પ્રોબેશનર સનદી અધિકારીઓને નૃત્યોની રમઝટ સાથે ગ્રામજનોએ આવકારી મનાવી દિવાળી

મસુરીની લાલબહાદુર શાસ્ત્રી સંસ્થામાંથી સમગ્ર
દેશભરના જુદા જુદા રાજ્યોના અંદાજે ૪૫૦
જેટલાં તાલીમી IAS,IPS,IFS અને IRS જેવી સનદી સેવાઓ માટેના તાલીમી અધિકારીઓના
સ્ટેસ્યુ ઓફ યુનિટી- ટેન્ય સિટી ખાતે DOPTનાફાઉન્ડેશન કોર્ષ
આરંભમા જોડાયેલા અંદાજે ૪૫ જેટલાં ઉક્ત
જુદા જુદા પ્રાંતના સનદી અધિકારીશ્રીઓ અને IAS વાઇસ એશોસીએશનના સભ્યોએ આજે
તેમના ઉક્ત આરંભ કોર્ષના ભાગરૂપે ફિલ્ડ વિઝીટ કાર્યક્રમ અનવ્યે નર્મદા જિલ્લાના
નાંદોદ તાલુકાના વડીયા ગામે ગ્રામજનો સાથે આનંદ-ઉત્સાહ અને હર્ષોઉલ્લાસ સાથે ઢોલત્રાસા,
નૃત્યના નાચગાન સાથે ભારે ઉત્સાહ અને હર્ષોલ્લાસ સાથે આજના દિવાળી
પર્વની ભવ્ય ઉજવણી કરી હતી. તેવી જ રીતે તિલકવાડા તાલુકાના વોરા ગામે પણ ૪૫ જેટલાં સનદી તાલીમી અધિકારીઓના
અન્ય એક જૂથના સભ્યોએ પણ મોટી સંખ્યામાં ગ્રામજનો સાથે દિપાવલીના આ પર્વની હળીમળીને
ઉલ્લાસભેર ઉજવણી કરી હતી.
નર્મદા જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમ,
નાંદોદના આયોજન-સહ- તાલુકા વિકાસ અધિકારી એમ.બી.વસાવા, જિલ્લા પંચાયતના અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વિપુલ ગામિત, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એમ.નિનામા, જિલ્લા
ખેતીવાડી અધિકારી નિલેશભાઇ ભટ્ટ, જિલ્લા સમાજ સુરક્ષા
અધિકારી સુનિલભાઇ.રાઠોડ, જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ. નેહા
પરમાર, બ્લોક હેલ્થ ઓફિસર ડૉ. એ.કે.સુમન,વડીયા ગામના સરપંચ મહેશભાઇ.બી.રજવાડી સહિત ગામના વડીલો, આંગણવાડી બહેનો, શાળાના વિદ્યાર્થીઓ, આગેવાનો અને ગ્રામજનોની વિશાળ ઉપસ્થિતિમાં વડીયા પ્રાથમિક શાળા ખાતે
દિપપ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મૂકાયો હતો.
આજે સવારે ઉક્ત સનદી તાલીમી અધિકારીઓનું જૂથ
રાજપીપલા ખાતે આવી પહોંચતા જિલ્લા પંચાયત ભવન પાસે વડીયા ગ્રામજનો દ્વારા ડીજેના
ગીત-સંગીત અને આદિવાસી નૃત્યના તાલે તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. આ તાલીમી
અધિકારીઓનું જુથ તેમજ વાઇવ્સ એસોશિયનના સભ્યયો અને અધિકારીઓની જીવન સંગીનીઓએ
ગ્રામજનોના ઉત્સાહ અને ઉમંગ જોઇને આમઆદમીની જેમ નૃ્ત્યમાં જોડાઇને આજના આ વિલેઝ
વિઝીટના પ્રસંગને સાચા અર્થમાં સાર્થક કર્યો હતો. ત્યારબાદ ડીજેના સંગીત અને
નૃત્યના તાલે ગ્રામજનો સાથે સરઘસાકારે વડીયા ગામે પહોંચ્યા હતા.
વડીયા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા ઉક્ત
કાર્યક્રમને IAS વાઇવ્સ એસોસિએશનના સભ્ય શ્રીમતી સુમન મેહરાએ
જણાવ્યું હતું કે, વડીયા ગામના વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓનું
શ્રેષ્ઠ કારકિર્દી ઘડતર થાય અને તેઓ પણ આ પ્રકારની ઉચ્ચ સનદી સેવાઓ દ્વારા
પ્રજાકલ્યાણની પ્રવૃત્તિઓમાં તેમના યોગદાન દ્વારા ઉચ્ચપદ શોભાવે તે માટે આ ગામના
ધોરણ-૧૦ અને ૧૨ ના ૩૮ જેટલાં વિદ્યાર્થીને તેમની કારકિર્દી ઘડતરમાં સતત પ્રોત્સાહન
અને માર્ગદર્શન પુરૂં પાડાવાની ઘોષણા કરી હતી. આ વિદ્યાર્થીઓને તેમના જીવનમાં
કારકિર્દી ઘડતરમાં જયાં સુધી જરૂર પડશે ત્યાં સુધી તેમના સતત પ્રોત્સાહન અને
માર્ગદર્શન પુરૂં પાડશે.
પ્રારંભમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી
બી.એમ. નિનામાએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં સૌને આવકારી આજના સનદી અધિકારીઓને ઉકત વિલેઝ-વિઝીટની
રૂપરેખા આપી હતી.આ બન્ને ગામોમાં પ્રોબેશનર અધિકારીઓએ ગ્રામજનો સાથે બપોરે સામુહિક
ભોજન પણ લીધુ હતું.
તેવી જ રીતે તિલકવાડા તાલુકાના વોરા ગામની
પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગામના ધોરણ-૧૦ અને ૧૨ ના ૩૮ જેટલાં
વિદ્યાર્થીને તેમની કારકિર્દી ઘડતરમાં સતત પ્રોત્સાહન અને માર્ગદર્શન પુરૂં
પાડાવાની ઘોષણા કરી હતી. આ વિદ્યાર્થીઓને તેમના જીવનમાં કારકિર્દી ઘડતરમાં જયાં
સુધી જરૂર પડશે ત્યાં સુધી તેમના સતત પ્રોત્સાહન અને માર્ગદર્શન પુરૂં પાડશે. આ
પ્રસંગે તિલકવાડાના ટીડીઓ ડી.બી.ચાવડા, મામલતદાર મિતેશ પટેલ,
ગામના સરપંચ ઐયુબખાન મહેબુબખાન રાઠોડ, ગામના
વડીલો, ગામ આગેવાનો યુવાનો, ગ્રામજનો
વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.