ફિલાટેક્સ ઇન્ડીયા કંપની દ્વારા ભરૂચ સક્રિય પત્રકાર સંઘના સભ્યોને કરાયું હેલ્મેટ વિતરણ
BY Connect Gujarat13 Nov 2019 10:11 AM GMT

X
Connect Gujarat13 Nov 2019 10:11 AM GMT
દેશભરમાં આજે ટ્રાફિકના નિયમો અંગે સરકાર જાગૃત
કરી રહી છે. ત્યારે ભારતના દરેક નાગરિકોએ વાહન ચલાવતી વખતે ટ્રાફિક ના નિયમોનું
પાલન કરવું અને પોતાના પરિવાર માટે સુરક્ષા નામનું રક્ષણ કવચ આપવાની પોતાની ફરજ છે.
જાગૃતિના ભાગરૂપે દહેજ ની ફિલાટેક્સ ઇન્ડીયા
કંપની દ્વારા પોતાના સી.એસ.આર ફંડમાંથી ભરૂચ સક્રિય પત્રકાર સંઘના તમામ સભ્યો અને
દરેક સભ્યોના પરિવારની મહિલાઓની સુરક્ષા સબંધી એક મેલ અને એક ફિમેલ બંને પહેરી શકે
એવા હેલ્મેટ પગુથન ફાર્મહાઉસ ખાતે આપવામાં આવ્યા હતા. જેમાં ફિલાટેક્સ ઇન્ડીયા
કંપનીના એચ.આર હેડ રવિન્દ્ર વર્મા તેમજ તેમના સહયોગી ભાવેશ ગોહિલ, ભરૂચ સક્રિય પત્રકાર સંઘ ના પ્રમુખ જગદીશ પરમાર
સહિત સંઘના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Next Story