ફિલ્મમાં પ્રભાસ સાથે  જેકી શ્રોફ પણ જોવા મળશે 

New Update
ફિલ્મમાં પ્રભાસ સાથે  જેકી શ્રોફ પણ જોવા મળશે 

અભિનેતા પ્રભાસનો હાલ સારો સમય ચાલી રહ્યો છે, તેની સાથે કામ કરવા મોટા ભાગના કલાકારો ઉત્સુક છે. તેવામાં શ્રધ્ધા કપૂરને આ તક મળી છે, ઉપરાંત જેકી શ્રોફ પણ આ ફિલ્મ સાથે જોડાઈ ગયો છે, આ ફિલ્મમાં જેકી નકારાત્મક તેમજ મહત્વના પાત્રમાં જોવા મળશે, જેકીએ પણ આ વાતને સમર્થન આપ્યું છે.

જેકીએ મીડિયાને જણાવ્યું હતું કે હું પ્રભાસની ફિલ્મ સાહુમાં કામ કરી રહ્યો છું આ મારા માટે સન્માનની વાત છે,તે ભારતના ઉમદા અભિનેતામાનો એક છે,મને એણે પોતાની સાથે કામ કરવા માટે પસંદ કર્યો તેનાથી મને ખુશી છે, મેં બાહુબલીના બન્ને ભાગ જોયા છે,ખરેખર કમાલની ફિલ્મ બની છે.