રિલાયન્સ ફાઉન્ડેશનનાં પ્રમુખ નીતા અંબાણીને ફોર્બ્સ મેગેઝિને એશિયાનાં સૌથી શક્તિશાળી બિઝનેસવુમન જાહેર કર્યાં છે. ફોર્બ્સ દ્વારા જાહેર કરેલાં એશિયાની ટોપ ૫૦ પાવરફુલ બિઝનેસવુમનનાં લિસ્ટમાં તેઓ પ્રથમ સ્થાન પર છે.આ યાદીમાં ભારતની અન્ય આઠ મહિલાઓએ પણ સ્થાન હાંસલ કર્યું છે.

neetaambaniએસબીઆઈનાં સીએમડી અરુંધતી ભટ્ટાચાર્યને આ યાદીમાં બીજું સ્થાન આપવામાં આવ્યું છે. જે મહિલાઓએ આ યાદીમાં સ્થાન હાંસલ કર્યું છેતેમાં એમયુ સિગ્માની મુખ્ય કાર્યકારી અંબિગા ધીરજ(૧૪મું સ્થાન),વેલસ્પન ઇન્ડિયાની મુખ્ય કાર્યકારી દિપાલી ગોયનકા(૧૬મું સ્થાન),લ્યુપિનની મુખ્ય કાર્યકારી વિનીતા ગુપ્તા(૧૮મું સ્થાન),આઈસીઆઈસીઆઈ બેંકની પ્રબંધ નિદેશક અને મુખ્ય કાર્યકારી ચંદા કોચર(૨૨મું સ્થાન)વીએલસીસી હેલ્થકેરની સંસ્થાપક અને ઉપાધ્યક્ષ વંદના લૂથરા(૨૫મું સ્થાન) બાયોકોનની સંસ્થાપકચેરમેન અને પ્રબંધ નિદેશક કિરણ મજુમદાર શો(૨૮મું સ્થાન)નો સમાવેશ થાય છે.  

LEAVE A REPLY