બનાસકાંઠા : અમીરગઢ પોલીસે 2018/19ના ગુનામાં ઝડપાયેલા ૧ કરોડથી વધુની કિંમતના દારૂનો કર્યો નાશ

New Update
બનાસકાંઠા : અમીરગઢ પોલીસે 2018/19ના ગુનામાં ઝડપાયેલા ૧ કરોડથી વધુની કિંમતના દારૂનો કર્યો નાશ

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પોલીસે 2018/19માં 82 જેટલા અલગ-અલગ ગુનામાં ૧ કરોડથી વધુની કિંમતનો ઝડપાયેલ વિદેશી દારૂનો આજરોજ અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો.

બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો હોવાથી રાજસ્થાનમાંથી મોટા પ્રમાણ વિદેશી દારૂ ગુજરાતમાં પહોંચાડવામાં આવે છે. એક તરફ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતા મોટા પ્રમાણમાં દારૂ વેચાય છે અને પીવાય પણ છે ક્યારે કેટલીકવાર અંગત બાતમીના આધારે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવતા પોલીસ મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઝડપી પાડતા હોય છે. ત્યારે અમીરગઢ પોલીસ દ્વારા આજરોજ 82 જેટલા અલગ અલગ ગુનામાં પકડાયેલ એક કરોડથી વધુના દારૂના જથ્થાનો અમીરગઢ સેલટેક્સ કચેરી પાસે નાશ કરવામાં આવ્યો હતો. જેમાં DYSP પી.એચ .ચૌધરી ડીસા SDM કે.એસ.પ્રજાપતિ,નશાબંધી અને આબકારી અધિકારી એફ.જી.મોદી, અમીરગઢ પીએસઆઇ તથા પોલીસ સ્ટાફની હાજરીમાં આ મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો હતો..