બન મેકરની મદદથી જાતે જ કરો આકર્ષક હેર સ્ટાઇલ
BY Connect Gujarat12 Sep 2016 7:22 AM GMT

X
Connect Gujarat12 Sep 2016 7:22 AM GMT
કોઇવાર એવું બને કે તમારે કોઇ ફંક્શનમાં મસ્ત બન વાળવો છે. પરંતુ તમારા વાળ નાના હોવાથી તમે તે કરી શકતા ના હોય.
પરંતુ બજારમાં મળતા બન મેકરથી હવે આ શક્ય બન્યું છે. તેટલું જ નહી તેની મદદથી તમે અન્ય સરસ મજાની હેર સ્ટાઇલ પણ કરી શકો છો.
અને પ્રસંગને અનુરૂપ હેર સ્ટાઇલ અપનાવીને એક આગવી છાપ છોડવામાં સફળ થઇ શકો છો. આ બનનો ઉપયોગ એકદમ સરળ છે.
બન મેકરનો ઉપયોગ કરવા માટે બધા વાળને એકસાથે પકડી તેમાં બન મેકર પરોવી દેવું અને ધીરે ધીરે ઉપરની તરફ ગોળ ગોળ વીંટાળતા જઇ પીન અપ કરી લેવું.
તમારી હેર સ્ટાઇલને વધુ નિખારવા માટે તમે બન મેકરની સાથે બ્રોચ જેવી અન્ય વસ્તુઓનો પણ ઉપયોગ કરી શકો છો.
Next Story