/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/03/Untitled-1-copy.JPG-13.jpg)
બાળ કંકાલ અને અપહરણ કાંડ રસીદાની પુત્રી મોસીનાની પણ પોલીસે ધપરકડ કરી હતી. 5 દિવસ રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટ રજુ કરતા વધુ 3 દિવસ રીમાન્ડ પોલીસે મેળવ્યા હતા. બોગસ દસ્તાવેજ બનાવા તેમજ આ અધમ કૃત્યમાં અન્ય ભેજું હોવાની પણ પોલીસ કોર્ટ રજુઆત કરી હતી.
અંકલેશ્વરના સંજયનગરના 6 વર્ષીય મોહિત અપહરણકાંડમાં એક પછી એક નવા ફણગા ફૂટતા અપહરણકર્તા રસીદા પટેલના ધરે પોલીસ વડા ધરબાયેલ બાળ કંકાલ બહાર કાઢ્યું હતું. જે બાદ પોલીસ દ્વારા બોગસ દસ્તાવેજ તેમજ હત્યાનો ગુનો દાખલ કરી મદદગારી કરનાર રસીદા પટેલ ની પુત્રી મોસીનાની પણ ગત સાંજે ધરપકડ કરી હતી અને માતા-પુત્રીને આજરોજ કોર્ટમાં રજુ કરતા પોલીસે 5 દિવસ રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટમાં રસીદા પટેલ ધરે થી મળેલ દસ્તાવેજ તેમજ બોગસ આધારકાર્ડ, લિવિંગ શર્તી જન્મનો દાખલો સહીત દસ્તાવેજ કેવી રીતે બનાવ્યા તેમજ આ મદદગારી કોણે કરી તેમજ રસીદા પટેલની મદદગારી અન્ય કોઈ વ્યક્તિ પણ સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરી હતી. તેમજ રસીદા પટેલ 5 દિવસ રિમાન્ડ દરમિયાન રજુ કરેલ કેફિયતની તપાસ તેમજ સાંયોગિક પુરાવા એકત્ર કરવાના મુદ્દે અંતે કોર્ટ દ્વારા 5 દિવસ રીમાન્ડ માંગણી સામે 3 દિવસના રીમાન્ડ મંજુર કરતા પોલીસે વધુ તપાસ આરંભી હતી.