બુલેટ ટ્રેન રફ્તાર અને રોજગાર લાવશે: પીએમ મોદી

New Update
બુલેટ ટ્રેન રફ્તાર અને રોજગાર લાવશે: પીએમ મોદી

અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ થી ભારતીય રેલવેના ઈતિહાસમાં એક નવા યુગનો પ્રારંભ થયો છે. આ પ્રોજેક્ટ માટે જાપાન સરકાર 0.1 ટકાના વ્યાજવાળી રૃ. 88000 કરોડની લોન ભારતને આપશે.

બુલેટ ટ્રેનનાં ખાતમુહર્ત પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીએ સંબોધન શરૂ કરતાં કહ્યું કે, બુલેટ ટ્રેન રફતાર અને રોજગાર લાવશે. વધુમાં તેઓએ જાપાનની મદદ બદલ શિંઝો આબેનો આભાર વ્યક્ત કર્યો હતો.

વધુમાં પીએમ મોદીએ ટ્રેન આપણા અમદાવાદ થી આમચી મુંબઈ જશે. હવાઈ યાત્રામાં ઘર કે ઓફિસ જવામાં જેટલો સમય લાગે છે તેનાથી પણ ઓછો સમય આ બુલેટ ટ્રેનમાં લાગશે. મુંબઈ અમદાવાદ રૂટ પર નવા ઈકોનોમીક ઝોનમાં પરિવર્તીત થશે તેમ તેઓએ જણાવ્યુ હતુ.