Connect Gujarat

બેંકોમાં સપ્તાહના અંતમાં ત્રણ દિવસની રજાથી મીની વેકેશનનો માહોલ

બેંકોમાં સપ્તાહના અંતમાં ત્રણ દિવસની રજાથી મીની  વેકેશનનો માહોલ
X

ફેબ્રુઆરી મહિનાના અંતિમ સપ્તાહમાં બેંકોમાં ત્રણ દિવસની રજા હોવાથી મીની વેકેશનનો માહોલ સર્જાશે, અને આ સળંગ રાજાઓના કારણે રોકડ વ્યવહાર પર તેની અસર પડી શકે છે.

જાણવા મળ્યા મુજબ તારીખ 24મી ફેબ્રુઆરી શુક્રવારના દિવસે શિવરાત્રી છે, અને આ દિવસે જાહેર રજા છે, જયારે તારીખ 25મી એ મહિનાનો ચોથો શનિવાર અને તારીખ 26મી એ રવિવાર હોવાથી સળંગ ત્રણ દિવસ દરમિયાન બેંકો બંધ રહેશે.

શુક્રવાર થી જ બેંક હોલીડેના પરિણામે રોકડ વ્યવહારો પર અસર વર્તાઈ શકે છે.

આ ઉપરાંત તારીખ 27મી એ બેંકનું કામકાજ રાબેતા મુજબ ચાલશે પરંતુ તા-28મીએ મંગળવારના રોજ બેંક હડતાલ હોવાના કારણે વધુ એક દિવસ બેકિંગ કામકાજ ઠપ થઇ જશે તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે.

Next Story
Share it