/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/11/RBI.jpg)
ભારતીય ચલણમાં થી રૂપિયા 500 અને 1000ની ચલણી નોટો બંધ થઇ ગયા બાદ બેંક એકાઉન્ટ માંથી રૂપિયા ઉપાડવા પર મર્યાદા સિમિત કરવામાં આવી હતી, પરંતુ સોમવારની સાંજે રિઝર્વ બેંકે બેંકખાતે દારો ને રાહત આપી છે.
RBI એ જણાવ્યુ છે કે બેંકોમાં થી કેસ ઉપાડવાની મર્યાદા હટાવી છે, જોકે લીગલ જે ખાતામાં જેટલી નોટ જમા કરાવશો એટલી જ ઉપાડી શકાશે. RBI એ કરન્સી નોટોનું એક્ટિવ સરક્યુલેશન વધારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અને બેંક ગ્રાહકોની માંગ ને પહોંચી વળવા માટે રૂપિયા 500 અને 2000ની નવી નોટો પણ બેંકો ને ઉપલબ્ધ કરાવવામાં આવી હોવાનું જાણવા મળ્યુ છે. જોકે ATM માંથી જે કેશ ઉપાડવાની લિમિટ હતી તે યથાવત હોવાનું પણ જાણવા મળ્યુ છે.
ઉલ્લેખનીય છે કે ભલે બેંક ખાતા માંથી નાણાં ઉપાડવાની મર્યાદા હટાવી લેવામાં આવી હોય પરંતુ મોટા ભાગની બેંકો માંથી હજી પણ ગ્રાહકો ને કેશ મળતી નથી તેમજ ATM મશીનો પણ શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે.