Top
Connect Gujarat

બોગસ કોલ સેન્ટર સાથે બેની અટકાયત કરતી જૂનાગઢ પોલીસ

બોગસ કોલ સેન્ટર સાથે બેની અટકાયત કરતી જૂનાગઢ પોલીસ
X

જૂનાગઢ પોલીસને આંતર રાજ્ય કોલ સેન્ટરને પકડી પાડવામાં સફળતા મળી હતી. જૂનાગઢની એક મુસ્લિમ મહિલાને કોલ કરીને તેમને છેતરવાનો પ્રયાસ કરતા આ મહિલાએ સજાગ બની અને આરોપીઓ વિરૂદ્ધ જૂનાગઢ પોલીસમાં ફરિયાદ કરતા જૂનાગઢ પોલીસે ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનના બે ઈસમોને ઝડપી પાડીને સમગ્ર કૌભાંડ ખુલ્લું કર્યું હતું.

કોલ સેન્ટર દ્વારા લોકોને લોભામણી જાહેરાતો આપીને તેમનો ફોન મારફત સંપર્ક કરી લાલચમાં ફસાવી અને લૂંટવાની યોજનાઓ છેલ્લા કેટલાય સમયથી ચાલી રહી હતી. ત્યારે જુનાગઢના ચિતાખાના ચોક માં રહેતી મહિલાને કોઈ કોલ સેન્ટરમાંથી ફોન આવ્યો હતો અને તેમને ડોલ્ફિન વાયફાઈ ટાવર નાખવા માટેની લોભામણી અને લલચામણી જાહેરાતો આપી અને મહિલાને ફસાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ આ મહિલા સજાક બનતા પોલીસ ફરિયાદ કરી હતી. જેના ઉપરથી આ સમગ્ર કોલસેન્ટર નું કૌભાંડ બહાર આવ્યું હતું.

રાજસ્થાનના ભરતપુર જિલ્લાના રહેવાસી રવિ ચૌહાણ અને ઉત્તરપ્રદેશના મથુરાના રહેવાસી જીતુ ચૌધરી આ સમગ્ર કૌભાંડ ચલાવતા હોવાનું બહાર આવ્યું હતું. આરોપી રવિ ચૌહાણની ભરતપુર થી ધરપકડ કર્યા બાદ સમગ્ર મામલો ખુલ્લો પડયો હતો. રવિએ સમગ્ર મામલાની જાણ પોલીસને કરતા પોલીસે ઉત્તર પ્રદેશના મથુરાથી જીતુ ચૌધરી ની પણ ધરપકડ કરી હતી. જીતુ પાસેથી એક લેપટોપ ચાર મોબાઇલ 8 ATM કાર્ડ અને 10 અલગ-અલગ બેન્કની ચેક-બુક મળી આવી હતી,તે તમામને પોલીસે કબજે લઇને વધુ તપાસ હાથ ધરી છે.

આ ચોર ગ્રાહકોના ડેટાની ચોરીને મોબાઈલ નંબર મેળવી ગ્રાહકોને લોભામણી જાહેરાતો આપી અને તેની સ્કીમ માં જોડાવા માટે લલચાવતા હતા 5100 રૂપિયા જેટલી મામૂલી રકમ ભરીને લાખો રૂપિયા ઇનામ જીતવાની ની જાહેરાતો આપીને લોકોને છેતરવાનો પ્રયાસ કર્તા હતા. જેમાં કેટલાય લોકો છેતરાયા હતા, આરોપીઓએ online ડેટા એન્ટ્રી કરી દેશના કેટલાય લોકો પાસેથી 80 લાખ કરતા વધુની રકમ તેમના બેંક ખાતામાં જમા પણ કરાવી દીધી છે. ત્યારે સમગ્ર મામલો ખુલતા હવે આ બંને ઓનલાઇન છેતરતા ચોર પોલીસની પકડમાં આવી ગયા છે. આ બન્ને ચોરોએ દેશની વિવિધ બેંકોમાં 67 જેટલા બેન્ક એકાઉન્ટ ખોલાવીને અલગ-અલગ બેંકના ખાતામાં અલગ-અલગ નામે ખોલાવી લોકોને 5000 અથવા તો તેનાથી વધુ રકમની ડિપોઝિટ જમાં કરાવીને પૈસા પડાવતા હતા પરંતુ અંતે આ બંને સાતીર ચોરનું પાપ જૂનાગઢમાં ખુલ્લુ પડ્યુ હતુ જૂનાગઢની એક મુસ્લિમ મહિલાની સજાગતાને કારણે સમગ્ર દેશમાં ચાલતા આ કોલ સેન્ટર નો પર્દાફાશ કરવામાં જુનાગઢ પોલીસને પણ સફળતા મળી હતી.

Next Story
Share it