/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/08/03-5.jpg)
શહેરનાં માર્ગો ઉપર નીકળેલી શોભાયાત્રામાં નગરજનો દર્શન માટે ઉમટી પડ્યા
ભરૂચ શહેર અને જિલ્લામાં ગણેશ ઉત્સવનો અનેરો ઉત્સાહ જોવા મળે છે. ત્યારે નગરજનોએ આગામી તારીખ ૯મી સપ્ટેમબર,૨૦૧૮ના દિવસે ગણેશ ચતુર્થીનું પર્વ શરુ થાય છે.
આ તહેવાર ૧૦ દિવસ ચાલે છે જે અનંત ચતુર્થીના દિવસે પુરો થાય છે. આ દિવસોમા ગણપતિની આરાધના કરી તેને પ્રસન્ન કરવામાં આવે છે. ગણેશોત્સવ પ્રસંગે ખાસ કરીને સમગ્ર વાતાવર ગણપતી બાપા મોરિયાના નાદથી ગાજી ઉઠે છે.
આ પર્વ ઉપર ભારત અને વિદેશોમાં પણ લોકો પોતાના નિવાસ સ્થાનમાં ભગવાન ગણેશની પ્રતિમાને સ્થાપિત કરી એના ઉપર સિંદુર ચઢાવી ગણેશ મન્ત્ર ऊँ गं गणपतयै नम: નું રટણ કરે છે. ગણેશની સોળશોપચારે પૂજન-આરતી કરે છે. હાલ ભરૂચ માં પણ ગણેશ ઉત્સવ ને લઈ ને ઘણો ઉત્સાહ જોવા મળ્યો છે.
ગણેશ ચતુર્થીને થોડા દિવસો બાકી છે ત્યારે શહેરના ગણેશ પંડાલો દ્વારા પોતાના ગણપતિની મૂર્તિની શોભાયાત્રા ધામધૂમથી કાઢી રહ્યા છે. રસ્તાઓ પર આ શોભાયાત્રા જોવા માટે જનમેદની ઉમટી હતી. ગતરોજ અંબિકા યંગસ્ટર દ્વારા પોતાના પંડાલની પ્રતિમા શ્રવણ ચોકડીથી પોતાના પંડાલમાં તરફ લઈ જવા માટે ડી.જે.ના તાલે શહેરના માર્ગો પર નીકળ્યા હતા. આ શોભાયાત્રાએ લોકો વચ્ચે ભારે આકર્ષણ જમાવ્યું હતું. લોકોએ આ શોભાયાત્રાને મન મૂકીને નિહાળી શ્રીજીના દર્શન કર્યા હતા. આ યુવાનોએ પરંપરાગત રીતે શ્રીજીને પોતાના હાથથી તેમનો રથ ખેંચી શોભાયાત્રા કાઢી હતી