ભરૂચઃ નિકોરા માર્ગ ઉપરથી દીપડો પાંજરે પુરાતાં સલામત સ્થળે ખસેડાયો

79

ભરૂચ તાલુકાના સિંધોત નિકોરા વિસ્તારમાં છેલ્લા કેટલાંક દિવસથી દીપડાએ દેખા દેતાં તેને માનવ વસાહતમાં આવતો રોકવા માટે સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરી હતી. જેના પગલે વન વિભાગ દ્વારા નિકોરા જવાના રસ્તે સિંધોત ગામ પાસે એક પાંજરૂં ગોઠવ્યું હતું.

આ પાંજરામાં દીપડો ગત રાત્રિએ પુરાઈ જતાં વન વિભાગે તેને સલામત સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

LEAVE A REPLY