ભરૂચઃ વીડિયોકોન કંપનીના કામદારોને 3 મહિનાથી પગાર નહીં ચૂકવાતા આક્રોશ

New Update
ભરૂચઃ વીડિયોકોન કંપનીના કામદારોને 3 મહિનાથી પગાર નહીં ચૂકવાતા આક્રોશ

181 જેટલા કામદારોનો પગાર ટલ્લે ચઢતાં ઘર ચલાવવું મુશ્કેલ બન્યું

ભરૂચનાં ચાવજ ખાતે આવેલી વીડિયોકોન કંપનીમાં ફરજ બજાવતા કામદારોનાં પગાર છેલ્લાં ત્રણ મહિનાથી નહીં ચૂકવાતાં ભારે આક્રોશ ફેલાયો છે. બીજી તરફ કામદારોને પગાર નહીં મળવાને કારણે તેમનાં ઘર ચલાવવા મુશ્કેલ બન્યા હોય આખરે તેમણે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવાની ફરજ પડી છે.

આજરોજ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચેલા વીડિયોકોન કંપનીના કામદારોની રજૂઆત હતી કે, અમે વર્ષોથી વીડિયોકોન કંપનીમાં ફરજ બજાવીએ છીએ. છેલ્લા 6 મહિનાથી કંપની દ્વારા પગાર ચૂકવવામાં ગલ્લા તલ્લા કરવામાં આવે છે. 181 જેટલાં કામદારો કામદાર યુનિયન હેઠળ કામ કરે છે ત્યારે છેલ્લા 3 મહિનાનો પગાર કપની મેનેજમેન્ટ દ્વારા અટકાવી દેવાતાં તેમનાં પરિવારોની હીલત પણ કફોડી બની છે.

આજથી શાળાઓ શરૂ થઈ જતાં હવે બાળકોનાં ગણવેશ અને પાઠ્ય પુસ્તકો લેવા પણ આ કર્મચારીઓ માટે મુશ્કેલ બની ગયા છે. કંપની દ્વારા પગારમાં થઈ રહેલી અનિયમિતતા સંદર્ભે અગાઉ ભરૂચ જિલ્લાનાં આસિસ્ટન્ટ લેબર કમિશ્નરને પણ ફરિયાદ કરવામાં આવી હતી. પરંતુ કોઈ પગલાં નહીં લેવાતાં કામદારોની આર્થિક સ્થિતિ કથળી છે.

કામદારોની એવી પણ રજૂઆથ હતી કે, કંપની દ્વારા વર્ષ 2016થી નિયમ મુજબનો પગાર વધારો કામદારોને આપ્યો નથી. માત્ર એટલું જ નહીં પરંતુ વર્ષ 2017માં કામદારોનું કાયદેસરનું નીકળતું બોનસ પણ આપવામાં આવ્યું નથી. આ તમામ બાબતોને લઈને આજે કંપનીનાં કામદારોએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી.

Latest Stories