/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/10/bharuch-gum-pix.jpg)
ભરૂચનાં તવરા ગામનો આશાસ્પદ યુવાન એક સપ્તાહ થી ગુમ થઈ ગયો છે. ભરૂચ ડીસ્ટ્રીકટ બેંકની મુખ્ય બ્રાન્ચમાં નોકરી કરતા યુવાન કાળી ચૌદશનાં દિવસ થી ધરે થી મોટર સાઇકલ લઇ કોઈને કહ્યા વગર જતો રહ્યો છે. છેલ્લા 7 દિવસ થી પરિવારજનો દ્વારા યુવાનની સઘન શોધખોળ કરવામાં આવી રહી છે.અને આ અંગે ભરૂચ સી. ડીવીઝન ખાતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી
ભરૂચ તવરા ગામ ખાતે રહેતા ધર્મેન્દ્રસિંહ ગંભીરસિંહ પરમાર ગત તારીખ 18મી ઓક્ટોબર રાત્રીનાં 10:30 વાગ્યાનાં સુમારે પોતાનાં ધરે થી મોટર સાઇકલ લઇને ઘરે કોઈને કહ્યા વગર ક્યાંક જતો રહ્યો છે.
ધર્મેન્દ્રસિંહની પત્ની વાસુબેન પરમારે તેમની શોધોખોળ આરંભી હતી. તેમના ભાઈ યુવરાજસિંહ ચૌહાણને જાણ કરી તમામ સગાસંબંધીને ત્યાં શોધખોળ કરવા છતાં કોઈજ પત્તો નહીં લગતા આખરે ભરૂચ સી. ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી ધર્મેન્દ્રસિંહની સઘન શોધખોળ શરુ કરી છે.