Connect Gujarat
ગુજરાત

ભરૂચની નર્મદા અને આમલાખાડી અત્યંત પ્રદુષિત નદીઓની લિસ્ટ માં

ભરૂચની નર્મદા અને આમલાખાડી અત્યંત પ્રદુષિત નદીઓની લિસ્ટ માં
X

સીપીસીબી એટલેકે સેન્ટ્રલ પોલ્યૂશન કંટ્રોલ બોર્ડ એ દેશની વધુ પ્રદુષિત નદીમાં નર્મદા અને આમલાખાડી હોવાનો રિપોર્ટ આપ્યો છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા દેશ ની 302 નદીમાં ઔદ્યોગિક ઝેરી કચરો ઠલવાતો હોવાનો રિપોર્ટ જાહેર કર્યો છે. રાજ્યની 20 નદીમાં ભરૂચની નર્મદા નદી અને આમાલખાડીનો પણ સમાવેશ થયો છે. અગાવ એનજીટી દ્વારા આમલાખાડી પ્રદુષિત પાણી નહિ છોડવા સ્પષ્ટ દિશાનિર્દેશ હોવા છતાં આમલાખાડી સીપીસીબીના સર્વેમાં 10 વર્ષ બાદ ફરી પ્રદુષિત નદી સમાવેશ થયો છે.

તાજેતરમાં સીપીસીબી દ્વારા દેશની સૌથી વધુ પ્રદુષિત નદીની યાદી બહાર પાડી છે જેમાં 302 નદીમાં ઔદ્યોગિક ઝેરી કચરો ઠલવાતો હોવાનો ચોંકવનારો રિપોર્ટ આપ્યો છે. જેમાં રાજ્યની 20 જેટલી નદી ઔદ્યોગિક વસાહતોને લઇ પ્રદુષિત બની હોવાનું બહાર આવ્યું છે.

કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય દ્વારા દેશની નદીઓના પ્રદુષણ તપાસ કરવા ઈસરોનો સહયોગ લઇ સર્વે કર્યો હતો જેમાં દેશની 302 નદી ઔદ્યોગિક ઝેરી કચરાને લઇ પ્રદુષિત હોવાનું બહાર આવ્યું છે. ભરૂચ જિલ્લામાં નર્મદાનદીમાં છાપરા ખાડી તેમજ આમાલખાડી જે બંને નર્મદા નદીમાં વિલીન થાય છે જેને લઇ નર્મદા નદી પણ ઔદ્યોગિક પ્રદુષિત કચરા અને પાણીને પ્રદુષિત નદીમાં મુકાય છે તો આમલખાડી જે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતને અડી પસાર થાય છે. તેમાં પણ અદ્યોગિક પ્રદુષિત પાણી તેમજ કચરો ઠલવાતો હોવાનો રિપોર્ટ આપ્યો છે.

Next Story