Connect Gujarat
સમાચાર

ભરૂચનો યુવાન દ.આફ્રિકાના જામ્બિયામાં અંડર-19 ક્રિકેટ ટીમનો બન્યો કેપ્ટન

ભરૂચનો યુવાન દ.આફ્રિકાના જામ્બિયામાં અંડર-19 ક્રિકેટ ટીમનો બન્યો કેપ્ટન
X

ભરૂચ તાલુકાના સેગવા ગામના અને હાલમાં જામ્બિયા ખાતે સ્થાયી થયેલા મુસ્લિમ વ્હોરા પટેલ સમાજના યુવાનની અંડર 19 ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે પસંદગી કરવામાં આવતા સમગ્ર સમાજ ખુશીની લાગણી વ્યક્ત કરી રહ્યુ છે.

મૂળ ભરૂચ તાલુકાના સેગવા ગામના અફઝલ અલી ઇસા હાલ જામ્બિયાના લુસાકા ટાઉનમાં પોતાના પરિવાર સાથે સ્થાયી થયેલા છે. તેઓનો પુત્ર મહંમદ સુફિયાન શિશુકાળથી જ ક્રિકેટ પ્રત્યે ખુબ રસ ધરાવતો હતો. સુફિયાન પોતાના કોલેજકાળ દરમ્યાન જ ક્રિકેટ ક્ષેત્રે ઝળકી ઉઠયો હતો. સખત પરિશ્રમના અંતે સુફિયાને કરેલી અથાગ મહેનતનું ફળ તેને મળ્યુ અને જામ્બિયા ખાતે અંડર 19 ક્રિકેટ ટીમના સુકાની તરીકે નિયુકત થયો.

img-20160910-wa0008

સુફિયાનના કાકા સિરાજભાઇ માહેર સાથે થયેલી વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે જામ્બિયા ખાતે અંડર 19 ક્રિકેટ ટીમમાં સુકાની તરીકે નિયુકત થયેલા સુફિયાનના પિતા અફઝલ અલીએ જીવનમાં ખુબ સંઘર્ષ કર્યો છે. સુફિયાનના પિતા ડ્રાઇવિંગ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. સુફિયાનના જીવન ઘડતરમાં તેના પિતા સહિત પરિવારનો ખુબ મોટો સિંહફાળો રહ્યો છે. સુફિયાનનું આખો પરિવાર પહેલેથી જ ક્રિકેટ પ્રત્યે રસ ધરાવતુ આવ્યું છે.

img-20160910-wa0014

બીજી ગૌરવની વાત એ છે કે જામ્બિયા ખાતે અંડર 19 ક્રિકેટ ટીમમાં સેગવા ગામના જામ્બિયામાં સ્થાયી થયેલા 3 યુવકોની પણ પસંદગી થઇ છે. અંડર 19 ક્રિકેટ ટીમમાં સ્થાન પામેલા સુફિયાન સહિત 4 યુવકો સેગવા ગામ માટે ગૌરવ અને આજની યુવાપેઢી માટે પ્રેરણાદાયી બની એક દ્રષ્ટાંત પૂરૂ પાડયુ છે કે સખત પરિશ્રમ માનવીને ઉચ્ચ સ્થાન સુધી પહોંચાડે છે.

જામ્બિયા ખાતે અંડર 19 ક્રિકેટ ટીમમાં સેગવા ગામના એક સાથે 4 યુવકો સ્થાન પામતા ગામમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Next Story