Top
Connect Gujarat

ભરૂચમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગ અંગે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન સેમિનાર યોજાયો

ભરૂચમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગ અંગે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન સેમિનાર યોજાયો
X

ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન ઇન્ટિરિયર ડિઝાઈનર, ભરૂચ સેન્ટર દ્વારા સિરીઝ 24નું આયોજન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગ અંગે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે હતુ.

દર મહિને યોજાતા આ કાર્યક્રમમાં પ્રસિદ્ધ આર્કિટેક્ટ અથવા ઇન્ટિરિયર ડિઝાઈનર દ્વારા વિદ્યાર્થીઓ સહિતના લોકોને આ ક્ષેત્ર અંગેની રસસ્પદ માહિતી થી અવગત કરાવવામાં આવે છે.

આ કાર્યક્રમનાં ભાગરૂપે ભરૂચમાં ત્રીજા વખત સિરીઝ 24નું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં સુરત ડિઝાઇન વર્ક ગ્રુપનાં દિનેશ સુથાર, જીતેન્દ્ર સ્ટેબલપરા અને ભરત પટેલ દ્વારા ભરૂચ અને અંકલેશ્વરની યુવા વિદ્યાર્થીઓની ટીમને કાર્યક્રમમાં ઇન્ટિરિયર ડિઝાઈનિંગ અંગેની રસપ્રદ માહિતી આપવામાં આવી હતી.

ડિઝાઇન વર્ક ગ્રુપના ત્રણેય આર્કિટેક્ની જોડીએ આ ક્ષેત્રે ઘણા એવોર્ડ પણ પ્રાપ્ત કર્યા છે. આ ઉપરાંત તેઓનાં વર્કની ઇન્ટરનેશનલ મેગેઝીન અને ન્યુઝ પેપરે પણ નોંધ લીધી હતી.

આ કાર્યક્રમમાં પ્રસિદ્ધ આર્કિટેકસ, ઇન્ટિરિયર ડિઝાઈનર અને ભરૂચ અંકલેશ્વરનાં વિદ્યાર્થીઓએ ભાગ લોધો હતો.

ભરૂચ સેન્ટરનાં નવનિયુક્ત ચેરમેન તેજલ રાજપૂત વર્ષ 2017-19ની તેઓની નવી ટીમની જાહેરાત પણ કરવામાં આવી હતી. જેમાં નરેશ કુલચંદાની વાઇસ ચેરમેન તરીકે અને શાહબુદ્દિન કોન્ટ્રાકટરને સેક્રેટરી તરીકે તેઓની નિમણૂંક કરવામાં આવી હતી.

Next Story
Share it