/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/31856e88-9893-475d-820a-ac261effd590.jpg)
ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા વિજય ટંકાર યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે પ્રદેશ ભાજપ યુવા મોરચાનાં પ્રમુખ ડો.ઋત્વિજ પટેલનું સ્વાગત કરીને વિશાળ બાઈક રેલી પણ યોજવામાં આવી હતી.
ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા વિજય ટંકાર યુવા સંમેલન આગાઉ ભાજપ પ્રદેશ યુવા મોરચાનાં પ્રમુખ ડો.ઋત્વિજ પટેલનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યુ હતુ. અને ભરૂચ કસક ખાતેની જિલ્લા ભાજપ કાર્યલય પરથી ભાજપ કાર્યકર્તાઓ દ્વારા વિશાળ બાઈક રેલી યોજવામાં આવી હતી, અને આ રેલી પંડિત ઓમકારનાથ હોલ ખાતે પહોંચીને સંમેલનમાં ફેરવાય ગઈ હતી.
પ્રદેશ ભાજપ યુવા મોરચાનાં પ્રમુખ ડો.ઋત્વિજ પટેલની અધ્યક્ષસ્થા હેઠળ આયોજીત વિજય ટંકાર યુવા સંમેલનમાં ધારાસભ્ય દુષ્યંત પટેલ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ યોગેશ પટેલ, જિલ્લા ભાજપ યુવા મોરચાનાં પ્રમુખ સુરેશ પટેલ, સહિતનાં હોદ્દેદારો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.