Connect Gujarat
ગુજરાત

ભરૂચમાં ટ્રક ચાલકને લૂંટવાનો પ્રયાસ કરનાર ગઠીયાઓની ધરપકડ કરતી પોલીસ

ભરૂચમાં ટ્રક ચાલકને લૂંટવાનો પ્રયાસ કરનાર ગઠીયાઓની ધરપકડ કરતી પોલીસ
X

ભરૂચ જીએનએફસી રોડ પર ટ્રક ચાલકને ચપ્પુ બતાવીને લૂંટવાનો પ્રયાસ કરનાર ત્રણ ગઠીયાઓની સી ડિવિઝન પોલીસે ધરપકડ કરી હતી, અને કોર્ટમાં રજુ કરીને 10 તારીખ સુધીના રિમાન્ડ મેળવ્યા હતા.

સુરત હજીરાથી ટ્રકમાં કોયલ ભરીને ટ્રક ચાલક નવલકિશોર શ્રીરામબાબુ શાહ ઉ.વ.28 રહે હજીરા સુરતના ઓ દહેજની કંપનીમાં સામાન પહોંચાડીને પરત સુરત જય રહ્યા હતા, પરંતુ રાત્રીના સમયે તેઓને ઉંઘ આવતા નવલકિશોરે ટ્રક જીએનએફસી રોડ પર પાર્ક કરીને ટ્રકમાં સુઈ ગયા હતા,તે અરસામાં એક બાઈક પર સવાર ત્રણ ઈસમો ત્યાં આવી પહોંચ્યા હતા, અને ચપ્પુ બતાવીને નવકિશોરને જાનથી મારી નાખવાની ધમકી આપી લૂટં ચલાવવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે નવલકિશોરે બુમાબુમ કરતા ત્રણેય લૂંટારુઓ પલ્સર બાઈક પર ફરાર થઇ ગયા હતા, અને થોડી ક્ષણોમાં જ ત્યાં પોલીસ આવી પહોંચતા ટ્રક ચાલકે આપવીતી જણાવી હતી, અને લુટારુઓનું વર્ણન જણાવતા પોલીસે ઠેર ઠેર નાકાબંધી કરીને ભોલાવ ઓવરબ્રિજ પાસેથી ત્રણેયની ધરપકડ કરી હતી.

પોલીસે મહેન્દ્ર નાનજીભાઈ પાટીલ,રહે મોરારી નગર, ભરૂચ, વિરલ રામચંદ્ર શિરસ્વાસ રહે ગાડેરીયા વાડ ભરૂચ અને કૃણાલ નગીનભાઈ પાટણવાડીયા નારાયણ નગર ભરૂચનાઓ ની ધરપકડ કરીને કોર્ટમાં રજુ કરી તારીખ 10મી સુધીના રિમાન્ડ મેળવ્યા હતા.

ભરૂચ સી ડિવિઝન પોલીસ દ્વારા ઘટનામાં વધુ તપાસ શરુ કરવામાં આવી છે.

Next Story