ભરૂચમાં બે ઇસમો દ્વારા ફરી એક વાર કરાઇ “ઇનોવા કાર”ની ચોરી.

New Update
ભરૂચમાં બે ઇસમો દ્વારા ફરી એક વાર કરાઇ “ઇનોવા કાર”ની ચોરી.

ભરૂચમાં આવેલ સોમેશ્વર દર્શન કોમ્પ્લેક્ષના પાર્કિંગમાંથી રાત્રીના સમયે ઇનોવા કારની ચોરી થઇ હતી. કોમ્પ્લેક્ષના નીચે આવેલી દુકાનના સીસીટીવી કેમેરાના ફુટેજમાં એક ફોર્ચ્યુનર કારમાં આવેલાં બે ઇસમો ઇનોવા કારનું લોક તોડીને કાર સાથે ભાગી છૂટ્યા હતા. આ બનાવને ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

ભરૂચ થી થોડે દૂર અંક્લેશ્વરના જીઆઇડીસી વિસ્તારમાં આવેલાં સ્વામિનારાયણ બંગ્લોઝ ખાતે રહેતાં દિપક ભટનાગરના ઘર પાસેથી પણ એક મહિના પહેલાં ઇનોવા કારની ચોરી થઇ હતી. જેમાં તેમના સામેના મકાનના સીસીટીવી કેમેરાના ફુટેજમાં પણ એક ફોર્ચ્યુનર કારમાં આવેલાં ઇસમો દ્વારા કાર ચોરી કરી ગયાંનું માલુમ પડ્યું હતું.

આ બન્ને ઘટનાઓમાં બે ઇસમો એકજ રીત વાપરી ને ફક્ત ઇનોવા કારની જ ચોરી કરતાં CCTV ફૂટેજમાં નજરે પડે છે, પોલીસ તંત્ર આ ટોળકીને બંન્ને ઘટના ક્રમના CCTV ફૂટેજના માધ્યમથી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.