/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/12/maxresdefault-49.jpg)
ભરૂચ સિવિલ હોસ્પિટલની મુલાકાતે રાજ્યના આરોગ્ય મંત્રી શંકર ચૌધરી આવ્યા હતા, તેઓએ હોસ્પિટલના નવનિર્મિત બિલ્ડીંગ તેમજ સુવિધા અંગેનો ચિત્તાર મેળવ્યો હતો. તેમજ દર્દીઓના ખબર અંતર પણ પુછ્યા હતા.
આરોગ્ય મંત્રી શંકર ચૌધરીએ આ પ્રસંગે જણાવ્યુ હતુ કે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પણ અદ્યતન સારવારની સુવિધાઓ વિકસાવવા માટે રાજ્ય સરકાર દ્વારા તે દિશામાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. વધુમાં તેઓએ જણાવ્યુ હતુ કે ભરૂચ જિલ્લામાં આવનાર દિવસોમાં મેડિકલ કોલેજનું નિર્માણ કરીને તબીબી ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે સુવિધા વિકસાવવા માં આવશે.
મંત્રી શંકર ચૌધરીએ ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, સહિતના આગેવાનો સાથે મેડિકલ કોલેજ અર્થે સિવિલ હોસ્પિટલ માં ચર્ચા વિચારણા કરીને પ્લોટ સંદર્ભેની માહિતી પણ મેળવી હતી.