New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/IMG-20170916-WA0031.jpg)
ભરૂચમાં સરકારી અનાજનાં ગોડાઉનમાં જીવાતનો ઉપદ્રવ વધતા સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.
ભરૂચનાં નવી વસાહત પાસેનાં લાહોરી ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવેલ અનાજમાં મોટા પ્રમાણમાં જીવાત પડી છે, જે અંગેની જાણ સ્થાનિક લોકોને થતા તેઓમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી.
સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે અનાજનાં ગોડાઉનમાં જીવાત પડવાનાં કારણે તેઓના ઘર અને અનાજમાં પણ જીવાતનો ઉપદ્રવ વધ્યો છે. સ્થાનિકોનાં હોબાળા બાદ ગોડાઉનમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યુ છે.