Top
Connect Gujarat

ભરૂચ:મા નર્મદામાં પાણી છોડવા મુદ્દે માછી મારોએ લોહીથી લખ્યું પ્રાર્થનાપત્ર અને કલેકટરને આપ્યું આવેદન

ભરૂચ:મા નર્મદામાં પાણી છોડવા મુદ્દે માછી મારોએ લોહીથી લખ્યું પ્રાર્થનાપત્ર અને કલેકટરને આપ્યું આવેદન
X

  • નર્મદા નદી માં પાણી છોડવાની માગણી સાથે માછીમારોએ લોહીથી પત્ર લખ્યો
  • છ હજાર ક્યુસેક પાણી છોડવાની માગણી સાથે કલેકટર કચેરી ખાતે હોબાળો મચાવ્યો
  • માછીમારોએ કલેકટર કચેરીની બહાર પોતાના લોહીથી આવેદન પત્ર લખ્યો

ભરૂચના કાંઠે પાવન સલીલા મા નર્મદા સુકી ભટ બની સફેદ રણમાં ફેરવાતા નર્મદાપ્રેમીઓ સહીત માછીમાર સમાજમાં પણ રોષની લાગણી ફેલાવા પામી છે. સૌ કોઇ પોત પોતાના પ્રયાસો થકી મા નર્મદાને પુન: જીવીત કરવા પ્રાર્થના તેમજ આવેદન,પ્રાર્થનાપત્ર આપી મા નર્મદામાં પાણી છોડવાની અને મા નર્મદાને બંન્ને કાંઠે વહેતી કરાય તેવી માંગ કરી રહ્યા છે.

ભરૂચમાં પણ સમસ્ત માછીમાર સમાજ દ્વારા મોટી સંખ્યામાં મા નર્મદાને બચાવવા પ્રાર્થના પત્ર રૂપી આવેદન પોતાના લોહીથી લખી કલેકટરને આવેદન રૂપે આપવામાં આવ્યું હતું.સાથે સહી ઝુંબેશ પણ હાથધરી હતી. જેમાં મોટી સંખ્યામાં માછીમાર સમાજ જોડયો હતો. તેમણે નર્મદા ડેમથી ભાડભુત સુધીના ૧૬૧ કીમીના વિસ્તારમાં વહેતી નર્મદા નદી સુકીભઠ બની ચુકી છે. નદીના નીર સુકાઇ જતાં ખેતી, પ્રવાસન, માછીમારી , ઉદ્યોગો સહિતના ક્ષેત્રમાં માઠી અસર જોવા મળી રહી છે. નર્મદા નદીમાં દરિયો સવાર થઇ જતાં પાણીમાં કલોરાઇડનું પ્રમાણ વધી ગયું છે. ભાડભુતથી નાંદ સુધીના ૬૧ કીમીના વિસ્તારમાં નદીના પાણી પીવાલાયક રહયાં નથી.

પોતાના લોહીથી લખેલ પ્રાર્થના પત્રમાં ઉલ્લેખાયું છે કે, સરદાર સરોવર ડેમમાંથી પાણી નહીં છોડવાના કારણે ગુજરાતના વડોદરા,નર્મદા અને ભરૂચ જિલ્લાના નદીના બંન્નેવ કિનારા સુકા ભટ બનયા છે. નદી સુકાઇ ને મીઠાનું રણ બની છે.જેથી લોકોની ધાર્મીક લાગણીને ઠેસ પહોંચી છે સાથે પશુ,પક્ષીઓ પણ તરસે તડફડી રહ્યા છે. વિશ્વની સૌથી પૌરાણિક મહાત્મય ધરાવાતી મા નર્મદાની પરિક્રમા પણ ખંડીત થઈ રહી છે. ઓછા પાણીના પગલે નર્મદાની સંસ્કૃતી સાથે જીવ સૃષ્ટી પણ નષ્ટ થવાના આરે છે.છે.નર્મદા પર નભતા હજારો કિસાન,માછીમારો,માલધારી પણ બેકારીના ખપ્પરમાં હોમાયા છે. આવી પરિસ્થીતીમાં નર્મદાને પુનળ જીવીત કરવા સરદાર સરોવર ડેમમાંથી ૬૦૦૦ કયુસેક પાણી છોડવા માછીમાર સમાજે માંગ કરી હતી.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ભરૂચના કાંઠે સુકીભઠ બનેલી નર્મદા નદીના મુદ્દે સુપ્રિમ કોર્ટે પણ કેન્દ્ર અને રાજય સરકારને નોટીસ પાઠવી છે. ડાઉનસ્ટ્રીમમાં નદીને જીવંત કરવા માટે ડેમમાંથી રોજના ૧,૫૦૦કયુસેક પાણી છોડવાની માંગ સાથે પર્યાવરણ પ્રેમી સંસ્થાઓએ કરેલી રીટ પીટીશનનો સુપ્રિમ કોર્ટે સ્વીકાર કર્યો છે. આ સંદર્ભમાં વન અને પર્યાવરણ મંત્રાલય સહીતના વિભાગો પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે.

Next Story
Share it