/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/09/maxresdefault-2.jpg)
ભરૂચ સ્થિત ભાવેશ પટેલનાં ઘર પાસે લોકોનો જમાવડો
ભરૂચના હાજીખાના વિસ્તારમાં રહેતા અને અજમેર બૉમ્બ બ્લાસ્ટ કેસના આરોપી આજીવન કેદની સજા પામેલ ભરૂચના ભાવેશ પટેલને જામીન મળ્યા છે. જેનાં પગલે આજે બપોરે તેના ઘરે આવી પહોંચ્યો હતો.
વર્ષ ૨૦૦૭માં થયેલ અજમેર બોમ્બ બ્લાસ્ટના આરોપમાં જેલમાં સજા કાપી રહેલ ભરૂચના ભાવેશ પટેલને રાજસ્થાન હાઈકોર્ટે જામીન આપ્યા છે ત્યારે ભાવેશ પટેલ આજે ભરૂચના હાજીખાના બજાર સ્થિત તેના નિવાસ સ્થાને આવી પહોચતા લોકોએ સ્વાગત કર્યું હતું
૧૧ ઓક્ટોબર ૨૦૦૭ના રોજ અંજામ અપાયેલ અજમેર બ્લાસ્ટ કેસમાં એનઆઈએએ ભરૂચના હાજીખાના બજાર વિસ્તારમાં રહેતા ભાવેશ પટેલ સહીત અન્ય બે આરોપીઓની ધરપકડ કરી હતી.એન.આઈ.એની સ્પેશ્યલ કોર્ટે ભાવેશ પટેલને આજીવન કેદની સજા ફટકારી હતી જેને ભાવેશ પટેલ દ્વારા રાજસ્થાન હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી જેમાં હાઈકોર્ટે ભાવેશ પટેલને જામી આપ્યા હતા ત્યારે આજરોજ તે તેના નિવાસ સ્થાન ખાતે આવી પહોચતા લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.આ પ્રસંગે હિંદુ સંગઠનોનાં આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.લાંબી લડત બાદ જામીન મળવાની બાબતને ભાવેશ પટેલે સત્યની જીત ગણાવી હતી અને જણાવ્યું હતું કે હવે તેઓ સન્યાસીનું જીવન વિતાવશે.