વિશ્વ વિખ્યાત અને આસ્થાનું પ્રતિક એવું સાળંગપુર ધામ
કષ્ટભંજન હનુમાનજી મંદિરે સ્વતંત્રતા પર્વની ઉજવણી
કષ્ટભંજન હનુમાનજી દાદાને આહલાદક શણગાર કરાયો
વિવિધ ફૂલો સહિત પાનથી ત્રિરંગાની થીમનો શણગાર
ભગવાનના દિવ્ય શણગાર દર્શન કરી ભાવિકો ધન્ય થયા
બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામ સ્થિત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે આજરોજ પવિત્ર શ્રાવણ માસની શીતળા સાતમ અને સ્વતંત્રતા પર્વ નિમિત્તે દાદાને ત્રિરંગાની થીમનો સુંદર શણગાર કરવામાં આવ્યો છે.
શ્રી શિક્ષાપત્રી લેખન એવં આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલધામના ઉપક્રમે સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસ (અથાણાવાળા)ની પ્રેરણા તેમજ કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણ માસની તા. 15મી ઓગષ્ટ શુક્રવારના રોજ શીતળા સાતમ અને સ્વતંત્રતા પર્વ નિમિત્તે ત્રિરંગાની થીમનો શણગાર કરવામાં આવ્યો છે. જેમાં 250 કિલોથી વધુ સફેદ ગુલાબ અને ગલગોટાના ફુલ તથા આસોપાલવના પાનથી બનાવેલા સુંદર વાઘા દાદાને પહેરાવવામાં આવ્યા છે, ત્યારે આ અનેરા દર્શનનો લાભ અનેક ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કર્યો છે.