• ગુજરાત
વધુ

    ભરૂચ : એપીએમસી માર્કેટને 14મી તારીખ સુધી વડદલા ખસેડવાનો નિર્ણય

    Must Read

    ભરૂચ : અંકલેશ્વરમાં કોરોનાગ્રસ્ત દર્દીના રહેણાંક વિસ્તારને સીલ કરી કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયો

    ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ગત રોજ કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા દર્દીના રહેણાંક વિસ્તાર એવા સોસાયટી સહિત આજુબાજુમાં 500 મીટરની ત્રીજયામાં આવેલ શોપીંગ સેન્ટરોને કન્ટેન્મેન્ટ...

    સુરત : હોમ ક્વોરંટીનનો ભંગ કરનાર વેપારીને 20 હજારનો કરાયો દંડ

    સુરત શહેરમાં પરત ફરેલા પ્રવાસીઓને હોમ ક્વોરંટીન કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજસ્થાનના પાલીથી પરત ફરેલા એક...

    નર્મદા : કેવડીયા વિવાદમાં કોંગ્રેસની એન્ટ્રી, 10 ધારાસભ્યોએ કલેક્ટરની લીધી મુલાકાત

    સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધૂરા પ્રોજેકટ પુરા કરવા અને નવા પ્રોજેક્ટો માટે જગ્યાને લઈને સરકાર દ્વારા કેવડિયામાં ફેનસિંગ કરવામાં આવી...

    ભરૂચ શહેરની મનુબર ચોકડી વિસ્તારમાં આવેલા ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ ( એપીએમસી)ના કામકાજને વડદલા ખાતે નવા બનેલા એપીએમસી ખાતે ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 14મી તારીખ સુધી ખેડૂતો અને વેપારીઓ શાકભાજી તેમજ અન્ય જણસોનું ખરીદ અને વેચાણ વડદલા ખાતે કરી શકશે.

    ભરૂચની મનુબર ચોકડી ખાતે ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ ( એપીએમસી) કાર્યરત છે. ભરૂચ તથા આસપાસના જિલ્લાના ખેડૂતો શાકભાજી તેમજ ફળફળાદિ વેચવા માટે એપીએમસી ખાતે આવતાં હોય છે. હાલ કોરોના વાયરસના કારણે લોકડાઉનની સ્થિતિ છે પણ શાકભાજી જીવન જરુરીયાતની વસ્તુ હોવાથી મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે એપીએમસી ખાતે ઉમટી રહયાં છે. આવા સંજોગોમાં કોરોના વાયરસ ફેલાવાનો ખતરો રહેલો છે. આ ઉપરાંત એપીએમસીની બહાર ઉભી રહેતી લારીઓ ખાતે પણ લોકોનો જમાવડો જોવા મળી રહયો છે. કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે વહીવટીતંત્ર તરફથી જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જે અંતર્ગત વર્તમાન એપીએમસી ખાતે કામકાજને સદંતર બંધ કરી તેને નેશનલ હાઇવે પર વડદલા ગામ પાસે બનેલા નવા એેપીએમસી ખાતે સ્થળાંતરિત કરવાનો નિર્ણય લીધો છે. 14મી એપ્રિલ સુધી વેપારીઓ અને ખેડૂતો શાકભાજી અને અન્ય જણસોની ખરીદી તથા વેચાણ ત્યાંથી કરી શકશે. આ ઉપરાંત એપીએમસીમાં બે વ્યકતિઓ વચ્ચે યોગ્ય અંતર જાળવવા તથા સલામતી માટે માસ્ક પહેરવા સહિતના આદેશો કરવામાં આવ્યાં છે. 

    - Advertisement -

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Latest News

    ભરૂચ : અંકલેશ્વરમાં કોરોનાગ્રસ્ત દર્દીના રહેણાંક વિસ્તારને સીલ કરી કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયો

    ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ગત રોજ કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા દર્દીના રહેણાંક વિસ્તાર એવા સોસાયટી સહિત આજુબાજુમાં 500 મીટરની ત્રીજયામાં આવેલ શોપીંગ સેન્ટરોને કન્ટેન્મેન્ટ...
    video

    સુરત : હોમ ક્વોરંટીનનો ભંગ કરનાર વેપારીને 20 હજારનો કરાયો દંડ

    સુરત શહેરમાં પરત ફરેલા પ્રવાસીઓને હોમ ક્વોરંટીન કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજસ્થાનના પાલીથી પરત ફરેલા એક વેપારીએ ક્વોરંટીનનો ભંગ કરી બહાર...
    video

    નર્મદા : કેવડીયા વિવાદમાં કોંગ્રેસની એન્ટ્રી, 10 ધારાસભ્યોએ કલેક્ટરની લીધી મુલાકાત

    સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધૂરા પ્રોજેકટ પુરા કરવા અને નવા પ્રોજેક્ટો માટે જગ્યાને લઈને સરકાર દ્વારા કેવડિયામાં ફેનસિંગ કરવામાં આવી રહ્યું છે. અધિકારીઓ અને ગ્રામજનોના વિવાદમાં...
    video

    ભરૂચ : જુઓ, લોકડાઉનના ચોથા તબ્બકા બાદ સિનેમા ગૃહો પણ ફરી ધમધમે તે માટે સંચાલકોએ શું કહ્યું..!

    તા. 31મી મેની મધ્યરાત્રિએ લોકડાઉનનો ચોથો તબક્કો સમાપ્ત થવા જઈ રહ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લાના સિનેમા ગૃહો પણ રાબેતા મુજબ ફરી શરૂ થાય...
    video

    અમદાવાદ: જીગ્નેશ મેવાણીના સરકાર પર કૌભાંડના આક્ષેપ, કનેક્ટ ગુજરાત સાથે કરી વાત

    વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સરકાર પર કૌભાંડનો આક્ષેપ લગાવ્યો છે. જીગ્નેશે જીસીએસ હોસ્પિટલમાં ઈંજેકશન દર્દીને નહીં અપાતાં દર્દીનું મૃત્યુ થયું હોવાના આક્ષેપ કર્યો હતો સાથે કોરોનાની સારવાર માટે જરૂરી ટોસિલી...

    More Articles Like This

    - Advertisement -