દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ભરૂચ જીલ્લા રાજગોર બ્રાહ્મણ પરિવાર દ્વારા ભરૂચ લિંકરોડ સ્થિત નારાયણ બાપુના આશ્રમ ખાતે  એક સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત નર્મદાષ્ટકમ્ ગાનથી કરવામાં આવી હતી. ત્યાર બાદ ઉપસ્થિત સમાજના અગ્રણીઓએ સમાજના દરેક વ્યક્તિએ સમાજ, રાજ્ય અને દેશના ઉત્થાન માટે એક સંપ થઈને કાર્ય કરવા હાકલ કરી હતી. અને સૌને રક્ષાબંધન અને સ્વતંત્રય દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

આ કાર્યક્રમમાં ભરૂચની નામાંકિત કોલેજ નર્મદા કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સના જીએસ તરીકે ચૂંટાયેલા ભવ્ય તેરૈયા અને આજ કોલેજમાં એલઆર તરીકે ચૂંટાયેલ સૃષ્ટિ તેરૈયાનું સન્માન પણ કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે રતીભાઈ મહેતા, પ્રવિણભાઇ તેરૈયા, ગીરીશભાઈ જોશી, સુરેશભાઈ જોશી, બીપીનભાઈ જોશી,રમણિકભાઈ જોશી, હેમંતભાઇ તેરૈયા સહિત અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here