New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/04/zaghadiya-2.png)
ઝગડીયા તાલુકાના તરસાડી ગામના સર્વે નંબર 112,113 માં આવેલ લીઝ ને ભરૂચ જીલ્લા ભૂસ્તર વિભાગ દ્વારા રૂપિયા 5 લાખનો દંડ ફટકારીને રેતી ખનન બંધ કરાવ્યું હતું.પરંતુ લીઝ ધારક દ્વારા તંત્ર ના કાયદાનું ઉલ્લંઘન કરીને તેમજ દંડ ની રકમ ભર્યા વગર લીઝ ધારકે રેતી ખનન શરૂ કર્યું હતું.જે અંગેની જાણ ઝગડીયા પ્રાંત અધિકારીને થતા તેઓએ લીઝ પર દરોડા પડ્યા હતા અને રેતી ખનન ની કામગીરી અટકાવી હતી.
જોકે રેતી માફિયાઓ ફરાર થઇ ગયા હતા.પરંતુ રેતીની લીઝ માં વપરાતા મશીન,નાવડી,નદીના પ્રવાહ માંથી રેતી ખેંચવાના પાઈપો,લોખંડ ના ડ્રમ સહીત નો સમાન તંત્રએ જપ્ત કર્યો હતો.
પ્રાંત અધિકારીના લીઝ ધારક સામે ની કાર્યવાહી થી ગેર કાયદેસર રેતી ખનન કરતા તત્વો માં ફફડાટ વ્યાપી ગયો છે.