/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/vcxvx.jpg)
ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા મહિલા પખવાડિયા દિવસની કરવામાં આવેલ હતી. જેમાં પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા, નાયબ પોલીસ અધિક્ષક જે.એસ.નાયકના માર્ગદર્શન હેઠળ મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવાની થતી હોય તે અંતર્ગત સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા જીલ્લા તાલીમ કેન્દ્ર, પોલીસ હેડ કવાર્ટસ ખાતે આ અંગેના સેમીનારનું આયોજન કરવામાં આવેલ હતુ.
જેમાં ઝુડો-કરાટેના તજજ્ઞ તરીકે ફરાહીમ મલેક (4TH Dan Black Belt નાઓના Chief instructor) તથા તેઓની ટીમ દ્વારા ઝુડો-કરાટેના બૈઝિક સ્ટેપ જેવા કે, પંચ, બ્લોક, સેલ્ફ ડિફેન્સ ટેકનિક્સ, કીક્સ, ચોપ્સ દ્વારા પ્રહાર, હાથ દ્વારા પ્રહાર, પગ દ્વારા પ્રહાર, મોઢાં પર પ્રહાર, સ્કુલ બેગનો,દુપટ્ટાનો, હેરપીનનો અને બોલપેનનો સ્વબચાવ ઉપયોગ કરવાની રીતો સમજાવમાં આવેલ. સ્થળ ઉપર થતી મહિલાઓનું જાતીય શોષણ (અટકાવ, પ્રતિબંધ, નિવારણ) વિષય ઉપર સેમીનાર રાખવામાં આવેલ હતો.