ભરૂચ: પાલિકાના વોર્ડ નંબર ૧નાં ઇમરાન પાર્કમાં CC રોડનું કરાયું ઉદ્ઘાટન

New Update
ભરૂચ: પાલિકાના વોર્ડ નંબર ૧નાં ઇમરાન પાર્કમાં CC રોડનું કરાયું ઉદ્ઘાટન

ભરૂચ નગરપાલિકાના મત વિસ્તાર એવા વોર્ડ નંબર-૧ના ઇમરાન પાર્કમાં પાલીકાના સભ્યોની રૂપિયા ૪લાખની ગ્રાન્ટમાંથી મુખ્ય રસ્તો અને સોસાયટીનો ઇન્ટિરિયર રોડ પણ લોક ભાગીદારીમાં બનાવવામાં આવ્યો હતો.

આ ઉદ્ઘાટન સમારોહની ઉજવણી કોર્પોરેટર સલીમભાઇ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલાની ઉપસ્થિતિમાં આ રોડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં આ જ સોસાયટીના વડીલ હાજી અબ્દુલભાઇ જંગારવાળાના હાથે રીબિન કાપવામાં આવીને રોડને ખુલ્લો મુકાયો હતો. આ ખુશીના પ્રસંગે સોસાયટીના પ્રમુખ સલીમ જંગારવાળા, સ્થાનિક રહીશો, મહિલાઓ નાના ભૂલકાઓએ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા રોડ ની હાલત ખુબ ખરાબ હતી. આ રોડ પાલિકા દ્વારા કરાયેલ ભૂગર્ભ યોજના, ગટર યોજના અને નગરપાલિકાની પાણીની લાઇનના કામમાં બિસ્માર થઈ જવા પામ્યો હતો. જેને લઇ ફરી એકવાર નવો સીસી રોડ બની જતાં સ્થાનિક લોકોમાં અવર જવર માટેની તકલીફો દૂર થઇ છે.આ સોસાયટીના લોકો દ્વારા નવો રોડ બનવાથી નગરપાલિકા અધિકારીઓ અને સભ્યોને આભાર વ્યક્ત કર્યો હતો અને ખુશી જાહેર કરી હતી.