New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/12/Untitled-1-copy.JPG-2-4.jpg)
હાલ ડિસેમ્બર મહિનામાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે ત્યારે ભરૂચના શહેરીજનો સવારે ફૂલ ગુલાબી ઠંડીમાં બાગ બગીચા અને માર્ગો ઉપર ચાલતા નજરે પડી રહ્યા છે.
વહેલી સવારે માર્ગો ઉપર મોર્નીંગ વોક માટે નીકળી પડતાં લોકો આખા વર્ષ માટે શરીરને સ્વસ્થ રાખવા માટે વિવિધ પ્રકારની કસરતનો પણ લાભ લઈ રહ્યા છે. તો બીજી તરફ બગીચ બહાર મળતાં આરોગ્યપ્રદ પીણાં નો પણ લ્હાવો લેતા હોય છે.
સવારના સમયે યુવાનો અને વૃદ્ધો સૌ કસરત કરવા માટે મેદાનો પર આવી જતાં હોય છે. તો ભરૂચનું માતારિયા તળાવ હવે શહેરીજનો માટે સૌથી વધુ માનીતું સ્થળ બની રહ્યું છે. તો બીજી તરફ વડિલો અને સિનિયર સિટીઝન દ્વારા કેટલાંક સ્થળોએ લફીંગ કલબ પણ ચાલતા હોય છે. જ્યાં પણ વૃદ્ધો - સિનિયર સિટીઝન ભેગા મળીને સ્વસ્થ અને તંદુરસ્ત તબિયત માટે પ્રયત્ન કરતા જોવા મળે છે. હાલ વહેલી સવારથી જ લોકો માર્ગો ઉપર ચાલતા જોવા મળે છે.
Latest Stories