ભરૂચ યુનિયન સ્કુલ નજીક મસ્જીદ પાસે પાઇટ તુટવા મુદ્દે બે કોમ સામે સામે:પથ્થરમારાથી બે ઘાયલ

0
589
  • પથ્થર મારો થતા બે વ્યક્તિને ઇજા,સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા,એક વાહન ને નુકશાન

  • એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે,હાલ પરિસ્થિતિ કાબુમાં

જૂના ભરૂચ ખાતે આવેલ યુનિયન સ્કુલ નીજીકની સલ્લેઅલાહ બાવા મસ્જીદ પાસેનો પાઇપ તુટી જવા મુદ્દે બે કોમના લોકો સામસામે બાખડવાનો બનાવ બનવા પામ્યો હતો.જેમાં ઉસ્કેરાટના પગલે પત્થરમારો કરાતા બે વ્યક્તી ઘાયલ થવા પામ્યા હતા તેમજ એક વાહનને પણ નુકશાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.હાલ્માં પરિસ્થીતી કાબુમાં હોવાનું પોલીસ જણાવી રહી છે.

જૂના ભરૂચ ખાતે યુનીયન સ્કુલ નજીકની સલ્લેઅલાહ મસ્જીદ ખાતે પાણીની પાઇપ તુટવામુદ્દે બે કોમના લોકો સામસામે આવી જતા બોલાચાલી થઈ હતી.જોત જોતામાં બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ઉસ્કેરાયેલા લોકોએ પત્થર મારો કર્યો હતો. જેના પગલે આ વિસ્તારમાં તંગદીલી ફેલાઇ હતી. આ ઘટનામાં પત્થરમારાના કારણે બે વ્યક્તિઓ ઘાયલ થયા હતા.જેમને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલમાં લવાયા હતા.આ ઘટનામાં એક વાહનને પણ નુકશાન થયાનું બહાર આવ્યું છે. જો કે ભરૂચ એ-ડીવિઝન પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી જઈ પરિસ્થીતી ઉપર કાબુ મેળવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here