ભરૂચ : વડદલાની એપીએમસી ગેરકાયદે હોવાનો આક્ષેપ, ચેરમેને કહ્યું ટીપીની મંજુરી છે

0
137

ભરૂચ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિને વડદલા ખાતે સ્થળાંતરિત કરી દેવાતા રોજ વિવાદના ફણગા ફુટી રહયાં છે.

ભરૂચના મહંમદપુરા ખાતે આવેલી એપીએમસીને હાલ વડદલા ખાતે સ્થળાંતરિત કરી દેવામાં આવી છે. મહંમદપુરા ખાતે પણ એપીએમસી કાર્યરત રહેશે તેવી જાહેરાત બાદ પણ વિવાદ વકરી રહયો છે. કિસાન વિકાસ સંઘે વડદલાની એપીએમસી ગેરકાયદે હોવાનો આક્ષેપ કરતાં સહકારી ક્ષેત્રમાં ગરમાવો જોવા મળી રહયો છે. ભરૂચ એપીએમસીના ચેરમેન અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ કિસાન વિકાસ સંઘના આક્ષેપોને ફગાવતાં જણાવ્યું હતું કે, ટાઉન પ્લાનીંગ વિભાગની મંજુરી લેવામાં આવી છે અને હવે બૌડાની પરવાનગી લેવાની કાર્યવાહી પણ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here