ઝૂંપડાવાસી તેમજ જરૂરીયાતમંદ લોકોને ફટાકડા, મીઠાઈ, કપડાં, તેમજ અનાજ વિતરણ કરી દિવાળી પર્વની ઉજવણી કરાઇ
પ્રકાશનાં પર્વનો પ્રારંભ થયો છે, સૌ કોઇ દિવાળીના તહેવારને સેલિબ્રેશન કરવામાં વ્યસ્ત છે. ત્યારે ભરૂચ શહેરમાં એવો પણ બીજો વર્ગ છે. જે દિવાળીના દિવસોમાં માત્ર સપનામાં દિવાળી ઉજવી રહ્યો છે. બે ટાઇમનું ભોજન માટે મથામણ કરતો ગરીબ વર્ગ દિવાળીમાં ખુશીઓ શોધતા રહે છે. ખુશીઓમાં ઉજાસ પાથરવા નાગરિકોએ આગળ આવવું જોઇએ. ત્યારે દિવાળીના તહેવારમાં આપણી ખુશીઓમાં અન્યને સહભાગી કરીને ખરા અર્થમાં જરૂરીયાત મંદના જીવનમાં સાર્થક દિવાળી ઉજવવી જોઇએ.
શિવાય યુવા સંગઠન દ્વારા ભરૂચમાં રેહતા ઝૂંપડવાસી તેમજ જરૂરીયાતમંદ લોકોને ફટાકડા,મીઠાઈ, કપડાં, તેમજ અનાજ વિતરણ કરી દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. તેમનું માનવું છે કે દિવાળીના તહેવારમાં આપણે સૌ દિવાઓ અને ફટાકડા ફોડીને સેલિબ્રેશન કરીશું. પરંતુ ખુશીનો પર્વ ગરીબો સાથે ઉજવીશું તો ગરીબ લોકોને ખુબ આનંદ થશે. મીઠાઇ અને કપડા રૂપી ખુશીઓને ગરીબોને આપીને ઉજવીશું તો આપણી દિવાળી ખુશીની દિવાળી સાબિત થશે. નિમ્ન વર્ગ અને ઉચ્ચ વર્ગના ભેદભાવ રહીત ખુશીઓનો ઉત્સવ સાથે મળીને ઉજવવો જોઇએ.
આપણા જેવો મધ્યમ વર્ગ ગરીબોને દિવાળીના તહેવારમાં મદદ કરે તો તેમની દિવાળી યાદગાર બની શકે છે. નાગરિકો હજારોની રૂપિયા ફટાકડા પાછળ ખર્ચી નાખે છે. જેનાથી હવામાં પ્રદૂષણ ફેલાય છે. તે પૈસામાંથી જો ગરીબોને અનાજની વ્યવસ્થા કરી આપીએ તો મદદ થઇ શકે અને ખરા અર્થમાં ગરીબની દિવાળી યાદગાર બને.