/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/asdasd.jpg)
ભરૂચના એસ.એમ.વી.એસ. સ્વામિનારાયણ સત્સંગ કેન્દ્ર મકતમપુર ખાતે માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
એસ.એમ.વી.એસ. સ્વામિનારાયણ સત્સંગ કેન્દ્ર મકતમપુર પોલીસ મથકની પાછળ દર શનિવારે સાંજે ૭ થી ૯ દરમિયાન યોજાતી સત્સંગ સભાના વિશિષ્ટ આયોજન રૂપે સંસ્થાના સંસ્થાપક ગુરૂવર્ય પૂ.બાપુજી અને પ.પૂ.સ્વામીની આજ્ઞાથી સત્સંગ કેન્દ્ર ખાતે “માતૃ-પિતૃ વંદના પર્વ” ઉજવવામાં આવ્યો હતો.જેમાં ૪૦૦ જેટલા બાળકો-બાળીકાઓ અને માતા-પિતાએ લાભ લીધો હતો.આ કાર્યક્રમમાં બાળકોને માતાપિતાની સેવા અને વાલી તરીકે બાળકો પ્રત્યેપ્રત્યેની ફરજો વિષય ઉપર સુરતથી ખાસ પધારેલા પૂ.ઉપાસના સ્વામી તથા પૂ. ઉત્સવ સ્વામીએ સૌને લાભાંવીત કર્યા હતા. આ કાર્યક્રમમાં શાસ્ત્રોક્ત વિધિ દ્વારા બાળકોને ભારતીય સંસ્કૃતિમાં રસ તરબોળ કરાયા હતા. દરમિયાન મોટા ભાગના હાજરજનોના હૌયા કરૂણામય બની આંખો ભીંજાઇ જવા પામી હતી.