ભરૂચ 108 એમ્બ્યુલન્સ દ્વારા રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓને અપાઇ શ્રદ્ધાંજલિ

New Update
ભરૂચ 108 એમ્બ્યુલન્સ દ્વારા રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓને અપાઇ શ્રદ્ધાંજલિ

તા.૧૮ નવેમ્બર વૉલ્ડ રેમેમ્બરન્સ દિવસ નિમેતે ભરૂચ 108 એમ્બ્યુલન્સ દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો.

તા.૧૮ નવેમ્બર વિશ્વભરમાં વૉલ્ડ રેમેમ્બરન્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ભરૂચ 108 એમ્બ્યુલન્સ દ્વારા પણ એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓને મીણબત્તી સળગાવી એક મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સાથે સાથે રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થઈ બચી ગયેલા ભરૂચ ટ્રફિક બ્રેગેડના જવાન ગુલાબ રાવ મોરેને મોમેન્ટો આપી સમ્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે ભરૂચ 108 ના eme અશોકભાઈ મિસ્ત્રી,108 એમ્બ્યુલન્સનો સ્ટાફ,ભરૂચ ભરૂચ ટ્રફિક એજ્યુકેશન ટ્રસ્ટના જવાનો તથા સિવિલ હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

Latest Stories