ભરૂચ LCBએ મુલદ ચોકડી પરથી રૂપિયા ૧૨ લાખ ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપી પાડયો

New Update
ભરૂચ LCBએ મુલદ ચોકડી પરથી રૂપિયા ૧૨ લાખ ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપી પાડયો

ભરૂચ એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મુલદ ચોકડી પાસે MP પાર્સિંગના આઈસર ટેમ્પોને રોકી તપાસ કરતા ટેમ્પામાંથી વિદેશી દારૂના રૂપિયા 12 લાખ ૭૪ હજાર ૪૦૦ના મુદ્દામાલ સાથે બે આરોપીને ઝડપી પાડી તેમના વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

publive-image
publive-image

ને.હા.નં-૪૮ ઉપર મુલદ ચોકડી પાસે એલ.સી.બી ના પો.સ.ઇ વાય.જી.ગઢવી તથા પો.સ.ઇ એ.એસ.ચૌહાણ તેમજ ટીમના પોલીસ માણસો અંક્લેશ્વર ને.હા.નં-૪૮ ઉપર વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા સારૂ નાકાબંધી મા હતા. દરમ્યાન એલ.સી.બીને મળેલ બાતમી આધારે ને.હા.નંબર-૪૮ ઉપર મુલદ ચોકડી પાસેના સર્વિસ રોડ ઉપરથી એક આઇસર ટેમ્પા નંબર-MP-04-GA-4714 મા તપાસ કરતા પુઠ્ઠાની ઇંડા મુકવાની ટ્રેના બંડલો નીચે સંતાડી લઇ જવાતા વિદેશી દારૂ તથા બીયરની અલગ અલગ બ્રાંડની બોટલ નંગ ૪૦૬૮ જેની કિં.રૂ.૧૨,૭૪,૪૦૦/- સહીત અન્ય મુદ્દામાલ મળી કુલ કી. રૂ.૧૭,૮૬,૯૦૦/- ના મુદ્દામાલ સાથે ટેમ્પા ચાલક મુકેશ વર્ધીચંદ જયસ્વાલ રહે. સંયોગનગર,મકાન નં-૩૪,ગાંધી પ્લેસ, ઇન્દોર શહેર,મધ્યપ્રદેશ તથા કંડકટર ગણેશ સવાઇસીંગ મોરી રહે-નેમાવર ગામ તા-ખાતેગાંવ જી-દેવાસ મધ્યપ્રદેશને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી ઝઘડીયા પો.સ્ટે.માં ગુનો રજીસ્ટર કરાવવામાં આવ્યો હતો.