New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/11163004/07.jpg)
ગિરનાર ક્ષેત્રના આરાધ્ય દેવ ગુરુ દત્તાત્રેયની જન્મ જયંતીની ઉજવણી ગિરનાર
તીર્થ ક્ષેત્રના પિડાસર મહામંડલેશ્વર જયશ્રી કા નંદજીની અધ્યક્ષતામાં કરવામાં આવી.
આજરોજ સવારે 11:00 જૂના અખાડા ખાતેથી સોળસો પચાસ પૂજન બાદ પાલખી યાત્રા યોજાઈ હતી.
જેમાં કલાત્મક બગીઓ તેમજ ઢોલ નગારા અને બેન્ડવાજાની સંગીતમય સુરાવલી સાથેની
પાલખીયાત્રામાં સાધુ-સંતો અખાડાઓના થાણા પત્તીઓ વગેરે જોડાયા હતા. આ પાલખીયાત્રા
મરઘી કુંડ ખાતે આવી તેમજ સાધુ-સંતોએ પણ સ્નાન કર્યા હતા. બાદમાં જૂના અખાડા ખાતે
ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે
મહામંડલેશ્વરો મહંતો સાધુ-સંતોની હાજરી મોટી સંખ્યામાં રહી હતી.