/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/84990f6a-7e53-4564-a772-5616405b24f8.jpg)
ઈન્દ્રનિલે રાજીનામા રૂપી પ્રેસર ટેકનિક અપનાવી કુવરજીની પ્રેસર ટેકનિકમા પાડયુ રાજકિય પંચર
એક તરફથી ભાજપમા લોકસભાની ચૂંટણી મુદ્દે ધમાસાણ તૈયારીઓ ચાલી રહી છે. તો બીજી તરફ કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તુટે તેવી સ્થિતીનું નિર્માણ થઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર કોંગ્રેસના એક બાદ એક સિનિયર નેતાઓ પોતાના જ મોવડી મંડળ દ્વારા લેવામાં આવેલ નિર્ણયથી નારાજ થઈ રહ્યા છે. પહેલા કુવરજી બાવળીયા, વિક્રમ માડમ અને મહમદ પિરજાદા બાદ હવે ઈન્દ્રનિલ રાજગુરૂ કોંગ્રેસ મવડી મંડળથી નારાજ થઈ ગયા છે. ત્યારે શુ કારણ છે આ નારાજગીનું વાંચો અહીં...
કુંવરજી બાવળીયાએ અપનાવી પ્રેસર ટેકનિક
રવિવારના રોજ કુંવરજી બાવળીયાએ જસદણ પંથકના વિંછિયામા કોળી સમાજનુ સમરસતા સંમેલન યોજયુ હતુ. આ સંમેલનમા ભાજપ તરફી વોટીં કરનાર જસદણના કોંગી પુર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહીલ પણ હાજર હતા. તો સાથો સાથ ચોટીલા કોંગ્રેસના ધારાસભ્ય ઋત્વિક મકવાણા પણ હાજર હતા. તો સંમેલન બાદ કુંવરજી બાવળીયાએ પત્રકારો સાથેની વાતચીતમા જણાવ્યુ હતુ કે જસદણ વિસ્તાર ના 5 વખત ભરોસો મૂકી મને ધારાસભ્ય બનાવ્યો છે. ત્યારે વિસ્તાર ના વિકાસ અને ઉત્કર્ષ માટે આગામી દિવસો મા આગળ વધવાનું થશે તો સમાજ અને વિસ્તારના લોકો ને સાથે રાખી વધીશું.
![]()
ઈન્દ્રનિલે રાજીનામા રૂપી પ્રેસર ટેકનિક અપનાવી
વિછિંયામા મળેલ કોળી સમાજના સંમેલનમા તમામ કોળી આગેવાનો એ રાજકિય તાકાત વધારવાની વાતનુ ઉચ્ચારણ કર્યુ હતુ. ત્યારે જેના પારિવારીક લોહીમા રાજકારણ છે તેવા ઈન્દ્રનિલ રાજગુરૂ બાવળીયાની આ પ્રેસર ટેકનિક જાણી ગયા હતા. જેથી ઈન્દ્રનિલ રાજગુરૂએ બાવળીયાની પ્રેસર ટેકનિકનુ રાજકિય એન્કાઉન્ટર થઈ જાઈ તે માટે રાજીનામુ ધરી દીધુ. ત્યારે ખુદ પત્રકારો સાથેની વાતચીતમા ઈન્દ્રનિલ રાજગુરૂએ બાવળીયા અંગે પોતાની હૈયા વરાળ પણ ઠાલવી હતી.
ઈન્દ્રનિલ રાજગુરૂએ જણાવ્યુ હતુ કે છેલ્લા કેટલાંય સમયથી હુ પ્રદેશ કોંગ્રેસ મવડી મંડળના નિર્ણયોતી નાખુશ રહ્યો છુ. સમય સમયે મે મારી રજુઆત કરી છે. પરંતુ મને પાર્ટીમા આમજ હોઈ તેવુ કહેવામા આવી રહ્યુ છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીમા જે સભ્યોએ પક્ષ વિરોધી કામ કર્યુ હતુ તેમને કુવરજી ભાઈના કહેવાથી કોંગ્રેસમા પદ અને હોદાઓ આપવામા આવ્યા. ત્યારે રાજકારણના અઠંગ ખેલાડી ઈન્દ્રનિલ રાજગુરૂના રાજીનામા ધરતા રાજકોટની લોકસભા સીટ હાલ ભાજપ માટે સિકયોર બની ચુકી છે. ત્યારે આગામી સમયમા ઈન્દ્રનિલની ઘરવાપસી થશે કે કેમ તે જોવુ રહ્યુ.
ગુજરાત ભાજપે આરંભ્યુ મિશન સ્પેશીયલ 26
ગુજરાતે ભાજપે મિશન 26ની શરૂઆત કરી દીધી છે. બિજી તરફ સૌરાષ્ટ્ર કોંગ્રેસમા દાવાનળની સ્થિતી સર્જાઈ છે. જે કોંગ્રેસને વિધાનસભાની ચૂંટણીમા મબલક સફળતા મળી હતી તેજ કોંગ્રેસ 2019ની લોકસભા ચૂંટણી પહેલા તેની રાજકિય નાવમા છીંડુ પડી ગયુ છે. ત્યારે ઈન્દ્રનિલના રાજીનામાથી રાજકોટ લોકસભા સીટ પર ક્યા પ્રકારની અસરો થશે તે અંગે જુઓ અમારા આ રીપોર્ટમા
ગુજરાત લોકસભાની 26 સીટ પૈકી એક સીટ છે રાજકોટ. આ રાજકોટ લોકસભાની સીટ સાત વિધાનસભા સીટ મળીને એક બને છે. જેમા સાત સીટ પૈકી ચાર સીટ ભાજપ પાસે છે જ્યારે ત્રણ સીટ કોંગ્રેસ પાસે છે. ત્યારે ત્રણ સીટમાથી બે સીટના હાલના ધારાસભ્ય કોંગ્રેસથી જ નારાજ હોવા તેવી વાત સામે આવી છે.
કઈ કઈ વિધાનસભા સીટનો થાઈ છે સમાવેશ
સીટનુ નામ હાલના ઉમેદવાર પક્ષ
રાજકોટ પુર્વ વિઘાનસભા અરવિંદ રૈયાણી ભાજપ
રાજકોટ પશ્ચિમ વિઘાનસભા વિજય રૂપાણી ભાજપ
રાજકોટ દક્ષિણ વિઘાનસભા ગોવિંદ પટેલ ભાજપ
રાજકોટ ગ્રામ્ય વિઘાનસભા લાખાભાઈ સાગઠીયા ભાજપ
ટંકારા વિધાનસભા લલિત કગથરા કોંગ્રેસ
વાકાનેર વિધાનસભા મહમદ પિરજાદા કોંગ્રેસ
જસદણ વિધાનસભા કુંવરજી બાવળીયા કોંગ્રેસ
આગામી સમયમા કોંગ્રેસે લોકસભાની ચૂંટણી જીતવા મોટા પાયા ડેમેજ કંટ્રોલ કરવુ પડશે. તો સાથે જ રૂઠેલાઓને મનાવી લોકસભાની ચૂંટણી જીતવા તૈયાર પણ કરવા પડશે. ત્યારે આગામી સમયમા કુંવરજી, પિરજાદા, માડમ અને ઈન્દ્રનિલની નારાજગી કોંગ્રેસ કઈ રીતે દુર કરે છે તે જોવુ રહ્યું.