ભાડભૂત બેરેજ યોજના માટે આવેલા અધિકારીઓનો કાળા વાવટા ફરકાવી વિરોધ

New Update
ભાડભૂત બેરેજ યોજના માટે આવેલા અધિકારીઓનો કાળા વાવટા ફરકાવી વિરોધ

માછીમારો દ્વારા વિરોધ કરતા અધિકારીઓ વિલે મોઢે પરત

ભરૂચના ભાડભૂત બેરેજ યોજના માટે આવેલા અધિકારીઓને માછીમારોએ કાળા વાવટા ફરકાવી ભગાડયા

ગુજરાત સરકારની ખાત્રી સમિતિના ૧૦ જેટલા ગુજરાતના એમ.એલ.એ. અને અધિકારીઓ દ્વારા ભાડભૂત બેરેજ યોજનાની સાઈટ પર વિઝિટ લેવા આવતા અધિકારીઓએ બે બોટ ખુરશીઓ સાથેની તૈયારીઓ કરેલી હતી અને તે લોકો કામની ચકાસણી કરવા કાસવા-સમની ગામે આવતા સેંકડો માછીમારોએ સેંકડો બોટો લઈ પહોંચી જતાં માછીમારોએ કાળા વાવટા ફરકાવી વિરોધ નોંધાવ્યો અને તમામ એમ.એલ.એ. અને અધિકારીઓ તથા પોલીસો સાથે સંઘર્ષ માં ઉતારતાં જેથી કરીને તમામ એમ.એલ.એ. અને અધિકારીઓને માછીમારોનો ડર લાગતાં તે લોકો બોટમાં પણ બેસી શક્યા નહી કે કોઈ ખાત્રી કે વિઝિટ લઇ શક્યા નહીં અને તે લોકોએ વીલા મોઢે પરત ફરવું પડ્યું.