ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે કાનપુરમાં નિર્ણાયક વન ડે મુકાબલો

New Update
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે કાનપુરમાં નિર્ણાયક વન ડે મુકાબલો

પૂણેમાં વિજયી દેખાવ સાથે શ્રેણીને જીવંત રાખનારી ભારતીય ટીમ રવિવારે ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી અને આખરી વન ડેમાં વિજયના મક્કમ નિર્ધાર સાથે મેદાન પર ઉતરશે. ભારત ત્રીજી વન ડેની સાથે શ્રેણી જીતવાનો પ્રયાસ કરશે. જ્યારે ન્યુઝીલેન્ડને પણ ભારતની ભૂમિ પર સૌપ્રથમ વન ડે શ્રેણી વિજયની તલાશ છે, જેના કારણે તેઓ પણ જીતવા માટે ઝઝૂમશે.

કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં આજે બપોરે 1.30 વાગ્યાથી ડે-નાઈટ વન ડે મુકાબલાનો પ્રારંભ થશે. જે આજની વન ડેમાં ભારત પર જીતવાનું દબાણ સર્જાયું છે. ખાસ કરીને ટીમ ઈન્ડિયા છેલ્લી છ વન ડે શ્રેણી જીતી ચૂકી છે, ત્યારે જીતના સિલસિલાને આગળ ધપાવવા માટે કોહલીની કેપ્ટન્સી હેઠળની ટીમ ઈન્ડિયાએ જીતવું જરૃરી બની ગયું છે.