મંત્રી ઇશ્વરભાઇ પરમારની અધ્યિક્ષતામાં વલસાડ જિલ્લા કક્ષાનો ખરીફ કૃષિ મહોત્સવઇ પારડી ખાતે યોજાયો

New Update
મંત્રી ઇશ્વરભાઇ પરમારની અધ્યિક્ષતામાં વલસાડ જિલ્લા કક્ષાનો ખરીફ કૃષિ મહોત્સવઇ પારડી ખાતે યોજાયો

આધુનિક ટેકનોલોજીથી ખેતી કરી બમણી આવક મેળવવા જણાવતા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઇશ્વરભાઇ પરમાર

આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી ખેડૂતોની આવક બમણી કરવા વલસાડના પારડી તાલુકા મથક ખાતે ધીરૂભાઇ નાયક હોલ, જુની મામલતદાર કચેરીની બાજુમાં, ને.હા.નં.૪૮, ખાતે જિલ્લા કક્ષાનો ખરીફ કૃષિ મહોત્સવ-૨૦૧૯ અવસરે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઇશ્વરભાઇ પરમારે જણાવ્યું હતું. આ કૃષિ મહોત્સવમાં જિલ્લા પંચાયત પ્રમુખ મણિલાલ પટેલ, સાંસદ ડૉ.કે.સી.પટેલ, ધારાસભ્ય કનુભાઇ દેસાઇ તેમજ ઉત્પાદન, સહકાર અને સિંચાઇ સમિતિના ચેરમેન હેતલ પટેલ, જિલ્લા કલેકટર સી.આર. ખરસાણ, જિલ્લા વિકાસ અધિકારી ડી.પી.દેસાઇ વગેરે હાજર રહ્ના હતા.

આ અવસરે મંત્રી ઇશ્વરભાઇ પરમારે જણાવ્યું હતું કે, ખેડૂત જગતનો તાત છે. ખેડૂતોની આવક બમણી થાય તે માટે કેન્દ્ર અને રાજય સરકાર અનેક યોજનાઓ અમલી બનાવી છે. કૃષિ વિકાસ યોજના હેઠળ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા સંકલિત અભિગમથી કાર્ય કરવામાં આવી રહયું છે. કૃષિ તજજ્ઞોના માર્ગદર્શન હેઠળ ખેતી કરવા સાથે આધુનિક ટેકનોલોજીનો વ્યાપ ખેડૂતો સુધી પહોîચાડવાનો રાજય સરકારનો મુખ્ય હેતુ છે. કૃષિ મહોત્સવ થકી આજનો ખેડૂત વિશ્વના ખેડૂત સાથે હરિફાઇ કરતો થયો છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં રાજયના ૩૯,૮૦,૨૩૮ અરજીઅો પૈકી ૩૧ લાખથી વધુ ખેડૂતોને રૂ. ૧૧૧૪ કરોડના લાભો આપવામાં આવ્યા છે. રાજય રાજય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરી ૨.૭૭ લાખ ખેડૂતોના ખાતામાં ૨૭૧૧.૬૮ કરોડ રૂપિયા જમા કરાવ્યા છે.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કૃષિ યોજના હેઠળ ૧૧,૭૩,૭૩૨ લાભાર્થીઅોની ૧,૮૨,૭૨૪ હેકટર જમીનને ટપક સિંચાઇ યોજના હેઠળ આવરી લેવામાં આવી છે. રાજયમાં ૨૦૦૫ થી ૨૦૧૮ સુધીમાં ૧૩.૨૨ લાખ કૃષિ કીટ, ૧૦.૧૧ લાખ બાગાયત કીટ અને ૧૪.૮૧ લાખ પશુપાલન કીટનું વિના મૂલ્યે વિતરણ કરાયું હોવાનું જણાવ્યું હતું. જિલ્લા પંચાયતના પ્રમુખ મણિલાલ પટેલે ખેતી સાથે પશુપાલનનો વ્યવસાય કરવા જણાવ્યું હતું.

આ અવસરે સ્વાગત પ્રવચન કરતા જિલ્લા કલેકટર સી.આર ખરસાણે જણાવ્યું હતું કે, રાજય સરકારે નવી વૈજ્ઞાનિક પધ્ધતિ થી થતી ખેતી દ્વારા ખેડૂતોની આવક બમણી કેવી રીતે થાય તે માટે પ્રયત્નો હાથ ધર્યા છે. વલસાડ જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ હેઠળ ૧.૨૫ લાખ ખેડૂતોની એન્ટ્રી કરી ૧.૧૩ લાખ ખેડૂતોને પ્રથમ અને બીજા હપ્તો ચૂકવવામાં આવ્યો છે. બાકી રહેતા ખાતેદારોને ટુંક સમયમાં ચૂકવી દેવામાં આવશે તેમ જણાવ્યું હતું. ડૉ.મનોજ પટેલે લેપ્ટોસ્પાયરોસીસ રોગના લક્ષણો જણાવી તેની સામે કેવી રીતે રક્ષણ મેળવવું તે અંગે જાણકારી આપી હતી. પ્રગતિશીલ ખેડૂતોને પોતાના અનુભવોના આધારે ખેતી વિષયક પ્રતિભાવો રજૂ કર્યા હતા.

આ પ્રસંગે આત્મા પ્રોજેકટ દ્વારા જિલ્લા અને તાલુકાકક્ષાના એવોર્ડ મહાનુભાવોના હસ્તે વિતરણ કરાયા હતા. કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા કૃષિ અંગેની માહિતી પારી પાડી હતી. કૃષિ મહોત્સવની સાથે કૃષિ વિષયક સ્ટોલો ઊભા કરી નિદર્શન પણ યોજાયું હતું. કાર્યક્રમની શરૂઆતે પ્રાથમિક શાળાની બાળાઅો દ્વારા પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કરાયા હતા.

Latest Stories