Connect Gujarat
ગુજરાત

મંત્રી ગણપતસિંહ વસાવાની અધ્યક્ષતામાં સોનગઢ ખાતે વનમહોત્સવની ઉજવણી અને કન્યા છાત્રલયના નવીન મકાનનો લોકાર્પણ સમારોહ યોજાયો

મંત્રી ગણપતસિંહ વસાવાની અધ્યક્ષતામાં સોનગઢ ખાતે વનમહોત્સવની ઉજવણી અને કન્યા છાત્રલયના નવીન મકાનનો લોકાર્પણ સમારોહ યોજાયો
X

આદર્શ નિવાસી કન્યા છાત્રલયના રૂપિયા ૧૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ મકાનનું લોકાર્પણ

વન આદિજાતિ વિકાસ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ગણપતસિંહ વસાવાની અધ્યક્ષતામાં તાપી જિલ્લામાં સોનગઢ ખાતે ૭૦માં વનમહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી અને રૂપિયા દસ કરોડના ખર્ચે તૈયાર થયેલ આદર્શ નિવાસી કન્યા છાત્રાલયના નવીન મકાનનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો.

[gallery td_gallery_title_input="મંત્રી ગણપતસિંહ વસાવાની અધ્યક્ષતામાં સોનગઢ ખાતે વનમહોત્સવની ઉજવણી અને કન્યા છાત્રલયના નવીન મકાનનો લોકાર્પણ સમારોહ યોજાયો" td_select_gallery_slide="slide" size="large" ids="106114,106115,106116,106117,106118,106119,106120,106121,106122"]

વન મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતુ કે, આદિજાતિ વિભાગ દ્વારા સંચાલિત અને રૂપિયા દસ કરોડના ખર્ચે તૈયાર થયેલ આદર્શ નિવાસી કન્યા છાત્રાલયના મકાનથી આ વિસ્તારની ગરીબ આદિવાસી કન્યાઓ વિના મૂલ્યે રહીને અભ્યાસ કરી શકશે. તેનાથી તેમની શિક્ષણ ગુણવત્તામાં સુધારો થશે. આદિવાસી અને પછાત વિસ્તારોના સર્વાંગી વિકાસ માટેની યોજનાઓ પાછળ પ્રતિ વર્ષ ૪૦૦ કરોડનો ખર્ચ કરવામાં આવે છે. આ વર્ષના બજેટમાં ૧૪ હજાર કરોડની જોગવાઈમાં તાપી જિલ્લા માટે ૯૦૦ કરોડની ફાળવણી કરી છે. આદિવાસી વિસ્તારોમાં સિંચાઈ માટે ત્રણ હજાર અને પીવાના પાણી માટે ૨૮૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી હોવાનું મંત્રીશ્રી વસાવાએ જણાવ્યું હતુ.

૭૦મા વન મહોત્સવ સંદર્ભે જણાવ્યુ કે,પર્યાવરણીય સમતુલા જાળવવા તથા સમગ્ર માનવસૃષ્ટિની અનેક જરૂરિયાતો વન્ય સંપદાઓથી સંતોષાય છે. પરંતુ ઘટતો જતો વનવિસ્તાર પર્યાવરણ જાળવણી માટે ચિંતાનું મોટુ કારણ છે. વન વિભાગ દ્વારા સામાજિક વનીકરણ યોજના હેઠળ વધુમાં વધુ વૃક્ષો ઉછેરી વનસંપદા વધારવાના સઘન પ્રયાસો કરી ભાવિ પેઢીને સમૃદ્ધ વનવારસો આપવા માટે રાજ્ય સરકાર દ્વારા પ્રતિ વર્ષ વન મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમાં લોકોની ભાગીદારી વધે તે માટે વન વિભાગ દ્વારા ઠેરેઠેર વૃક્ષારોપણ કાર્યક્રમો કરી લોકોને જાગૃત કરવામાં આવી રહયા છે.

વર્તમાન ઝડપી વિકસતા યુગમાં માનવ સૃષ્ટિના તંદુરસ્ત જીવન માટે પર્યાવરણની સમતુલા જાળવવી ખૂબ જરૂરી છે.તેમ જણાવી ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણના પડકારોનો સામનો કરવા સંતાનોની જેમ વૃક્ષોનું જતન કરવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે વધુમાં ૧૯૫૦મા સ્વ. કનૈયાલાલ મુન્શી દ્વારા વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વન મહોત્સવને સામાજીક અભિગમ સાથે જોડવાનું કામ રાજયના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કર્યું હતુ જેને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી " ગ્રીન ગુજરાત-સ્વચ્છ ગુજરાત " ના સંકલ્પ સાથે આગળ વધારી રહયા છે ત્યારે દરેક વધુમાં વધુ વૃક્ષોનો ઉછેર કરી તેનું જતન અને સંવર્ધન કરવા માટે સંકલ્પબદ્ધ થવા હાકલ કરી હતી. કાર્યક્રમાં જિલ્લા કલેકટર આર.એસ.નિનામાએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યુ હતુ.

આ પ્રસંગે મંત્રી અને મહાનુભાવોના હસ્તે સહભાગી વન વ્યવસ્થા મંડળીઓને ફાળવેલ કૂપોમાંથી ઉત્પન્નથયેલ ઉપજની રકમ, ગુજરાત વાનિકી વિકાસ પરિયોજના હેઠળ સહભાગી વન વ્યવસ્થા મંડળીઓને આર્થિક સહાય અને ડી.સી.પી નર્સરી યોજનાના મળી કુલ રૂપિયા ૮૧.૦૫ લાખના ચેકો તથા વન અધિનિયમ -૨૦૦૬ હેઠળ પાંચ લાભાર્થીઓને અધિકારપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી તથા મહાનુભાવોના હસ્તે આદર્શ નિવાસી કન્યા છાત્રાલય કેમ્પસમાં વૃક્ષારોપણ કરાયુ હતુ. મંત્રીએ વ્યારા વન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલા વૃક્ષ રથને લિલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાપી જિલ્લાને વન સંપદાથી અતિસમૃધ્ધ બનાવા માટે વ્યારા વન વિભાગ દ્વારા ૨૮૫૬ હેક્ટર વિસ્તારમાં ૧૨.૫૯ લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યુ છે. વન મહોત્સવ કાર્યક્રમ હેઠળ જેએફએમસી ના સભ્યો તથા સ્થાનિક લોકોને ૫૧૯૯૭ જેટલા ફળાઉ રોપાઓનું વિતરણ કરવામાં આવેલ છે.જ્યારે સામાજિકવનીકરણ હેઠળ વિતરણ કરવા માટે ૩૫ નર્સરીઓમાં ૧૫.૫૯ લાખ રોપાઓનો ઉછેર કરવામાં આવ્યો છે.

કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત પ્રવચન કરતા નાયબ વન સંરક્ષક પુનિતકુમાર નૈયરે વન મહોત્સવનો હેતુ જણાવી વન વિભાગ વ્યારા દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી અંગે જાણકારી આપી હતી. કાર્યક્રમ દરમિયાન શાળાની બાળાઓએ પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઇ ગામીતે અને આભારવિધિ મદદનીશ વન સંરક્ષક જી.ડી સરવૈયાએ કરી હતી.

કાર્યક્રમમાં તાપી જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા મોહનભાઇ કોંકણી, અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક એમ.એમ.શર્મા, જીલ્લા વિકાસ અધિકારી જે.બી. પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી જે.એમ પટેલ, પ્રાંત અધિકારી તુષારભાઇ જાની, સેનેટ મેમ્બર જયરામભાઇ ગામીત, જિલ્લા પંચાયત સભ્ય અર્ચનાબેન વસાવા, અન્ય અધિકારીઓ, પદાધિકારીઓ, વન વિભાગના અધિકારી/કર્મચારીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story
Share it