ભોજપુરી સ્ટાર મનોજ તિવારીની દિલ્હી એકમના વડા તરીકે નિમણુંક

New Update
ભોજપુરી સ્ટાર મનોજ તિવારીની દિલ્હી એકમના વડા તરીકે નિમણુંક

ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમિત શાહ દ્વારા બુધવારે એક સત્તાવાર નિવેદન દ્વારા દિલ્હી એકમના વડા તરીકે ભોજપુરી સ્ટાર મનોજ તિવારીની નિમણુંક કરવામાં આવી છે.

આ નિવેદન અનુસાર મનોજ તિવારી તાત્કાલિક અસરથી ભાજપ પ્રમુખ સતીશ ઉપાધ્યાયનું સ્થાન લેશે.અને બીજી બાજુ બિહાર એકમના વડા તરીકે ભાજપના સાંસદ નિત્યાનંદ રાયના નામની ઘોષણા કરવામાં આવી છે જે મંગલ પાંડેનું સ્થાન લેશે.

મળતી માહિતી અનુસાર મનોજ તિવારી લોકસભામાં દિલ્હીના ઉત્તરપૂર્વ મતવિસ્તારનું અને નિયત્યાનંદ રાય બિહારના ઉજિયારપુર સંસદીય મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરશે.