Connect Gujarat
દેશ

મહારાષ્ટ્ર : સરકાર અંગેનું કોકડું ગુંચવાયું : કોંગ્રેસે હજી નથી આપ્યું સમર્થન

મહારાષ્ટ્ર : સરકાર અંગેનું કોકડું ગુંચવાયું : કોંગ્રેસે હજી નથી આપ્યું સમર્થન
X

મહારાષ્ટ્રમાં કોની સરકાર બનશે અને

શિવસેનાને કોંગ્રેસ તથા એનસીપી ટેકો આપશે કે કેમ તે અંગે સોમવારના રોજ દિવસભર

ચાલેલા હાઇ વોલ્ટેજ ડ્રામાનો હજી અંત આવ્યો નથી. શિવસેનાને હજી કોંગ્રેસે સમર્થન

આપ્યું નથી. બીજી તરફ રાજયપાલે શિવસેનાને વધુ સમય આપવાનો ઇન્કાર કરી દીધો છે.

મંગળવારે કોંગ્રેસની મુંબઇમાં બેઠક મળશે તેમાં અંતિમ નિર્ણય લેવામાં આવે તેવી

સંભાવના છે.

288 ધારાસભ્યો ધરાવતી મહારાષ્ટ્ર

વિધાનસભાની ચૂંટણીના પરિણામો દિવાળી પહેલાં જાહેર થયાં હતાં જેમાં ભાજપ અને

શિવસેનાની યુતિને બહુમતી મળી હતી. ભાજપના 105 અને શિવસેનાના 56 ધારાસભ્યો ચૂંટાઇ આવ્યાં હતાં. જયારે

કોંગ્રેસના 44 અને

એનસીપીના 54 ધારાસભ્યો

ચુંટાય આવ્યાં હતાં. ભાજપ અને શિવસેનાની સરકાર બને તે પહેલાં જ રાજકારણમાં

અણધાર્યો વળાંક આવ્યો હતો. મુખ્યમંત્રી પદ માટે શિવસેના જીદ પર ચઢી હતી. શિવસેનાએ

સરકાર રચવા માટે એનસીપી તરફ હાથ લંબાવ્યો હતો. સોમવારના રોજ શિવસેનાને સરકાર માટે

દાવો કરવાની મુદત આપવામાં આવી હતી. સોમવારના રોજ આખો દિવસ એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાના નેતાઓનો

બેઠકોનો દોર ચાલ્યો હતો. આખરે સાંજે સાત વાગ્યે એનસીપી અને કોંગ્રેસે તેનો ટેકો

આપતો પત્ર રાજયપાલને મોકલ્યો હોવાની વાત આવી હતી. પણ કોંગ્રેસે વર્કિંગ કમિટીની

બેઠક બાદ મંગળવારે સોનિયા ગાંધી અને શરદ પવાર વચ્ચે ફરીથી બેઠક થશે તેમ જણાવતાં

રાજભવનમાંથી શિવસેનાની ટીમ વિલા મોંઢે પરત ફરી હતી. શિવસેનાએ રાજયપાલ પાસે બે

દિવસનો સમય માંગ્યો હતો પણ રાજયપાલે સમય આપવાનો ઇન્કાર કરી દીધો છે. મંગળવારે

કોંગ્રેસની બેઠક મળશે જેમાં સમર્થન અંગેનો અંતિમ નિર્ણય લેવામાં આવશે. આમ સોમવારના

રોજ પણ સરકાર અંગેનું કોકડું ગુંચવાયેલું રહયું હતું.

Next Story