“મહિલાઓની સુરક્ષા માટે લોન્ચ કરવામાં આવશે ખાસ એપ”

New Update
“મહિલાઓની સુરક્ષા માટે લોન્ચ કરવામાં આવશે ખાસ એપ”

કેન્દ્રીય મંત્રી રવિશંકરે મહિલાઓની સુરક્ષાને લઇને કરી મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે મહિલાઓની મદદ માટે એક ખાસ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવશે.

આ જાહેરાત તેમણે સોફ્ટવેર ટેક્નોલોજી પાર્ક ઓફ ઇન્ડિયાના ઇનોરેગ્યુરેશન કાર્યક્રમ દરમિયાન કરી હતી.

e9871d73-9537-4cb7-961b-27846beaefcc

સોફ્ટવેર ટેક્નોલોજી પાર્ક ઓફ ઇન્ડિયા એક જાણીતી આઇટી કંપની છે. આ કંપનીના ઇનોગ્યુરેશન માટે કેન્દ્રીય મંત્રી રવિશંકર સુરતની ગેટ વે હોટલ ખાતે આવી પહોંચ્યા હતા.

આ પ્રસંગે તેમણે ભાવનગર ખાતે એસટીપીઆઇની સ્થાપનાની વાત સાથે મહિલાઓની સુરક્ષા માટે એપ લોન્ચિંગની પણ વાત કરી હતી.

f6f0825d-68a0-46ea-aa53-5e87d918a4ac

તેમણે જણાવ્યું હતું કે 2017ના જાન્યુઆરી માસમાં મહિલાઓ માટે એક ખાસ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવશે. જેમાં પેનિક નામનું બટન આપવામાં આવેલું હશે. જો કોઇ મહિલા મુસિબતમાં હોય તો તે આ બટન દ્વારા મદદ મેળવી શકશે. મહિલાઓની સુરક્ષા માટે આ એપ મહત્વની સાબિત થશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.

Latest Stories