/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/fdsf.jpg)
નર્મદા જિલ્લામાં તા. ૧ લી ઓગષ્ટથી પ્રારંભાયેલા મહિલા સશકિતકરણ પખવાડીયા ઉજવણીના સમાપન પ્રસંગે આજે રાજપીપલામાં ધાબા ગ્રાઉન્ડના સ્પોર્ટસ સંકુલ ખાતે મહિલા શારીરીક સૌષ્ઠવ દિવસની ઉજવણી અંતર્ગત મહિલાઓમાં યોગના મહાત્મ્ય અંગે પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો.
ગુજરાત બાળ સંરક્ષણ આયોગનાં ડિરેક્ટર ભારતીબેન તડવી, જિલ્લા રમત-ગમત પ્રાંત યુવા અધિકારી દિલીપભાઇ દેસાઇ, યોગ ગુરૂ ગૌરીશંકર દવે, નવ દુર્ગા હાઇસ્કૂલ તથા કન્યા વિનય હાઇસ્કૂલ શાળા પરિવાર વગેરેએ પરિસંવાદમાં ભાગ લીધો હતો.
ગુજરાત બાળ સંરક્ષણ આયોગનાં ડિરેક્ટર શ્રીમતી ભારતીબેન તડવીએ પ્રાંસગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, જીવનમાં પ્રગતિ કરવી હોય તો શિક્ષણની સાથે યોગપણ જરૂરી છે તેમજ સરકારની અનેકવિધ યોજનાઓનો બહેનોએ લાભ લેવો જોઇએ. મહિલા સશકિતકરણના ભાગરૂપે દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગવું સ્થાન ધરાવે છે તેના ઉદાહરણ સાથે વકત્વ્ય આપ્યું હતું.
આ પ્રસંગે યોગ ગુરૂ ગૌરીશંકર દવેએ યોગથી થતા ફાયદા અંગે વિસ્તૃત માહિતીઆપી હતી. જયારે કોચ રાજેન્દ્રસિંહ ઠાકોરે આત્મ રક્ષણ અંગેનું નિદર્શન રજુ કર્યું હતું. નવ દુર્ગા હાઇસ્કૂલ તથા કન્યા વિનય હાઇસ્કૂલની બાળાઓએ આજની આ ઉજવણીમાં મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.