/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/07/gangraped.jpg)
૩૫ વર્ષીય મહિલાની સાથે ગેંગરેપ કર્યા બાદ એક મંદિરની યજ્ઞશાળામાં જીવતી સળગાવી
ઉત્તર પ્રદેશના સંભલ વિસ્તારમાં દિલ હચમચાવી દેનાર ઘટના સામે આવી છે. અહીંના 5 લોકો પર આરોપ છે કે તેમને ૩૫ વર્ષીય મહિલાની સાથે ગેંગરેપ કર્યા બાદ એક મંદિરની યજ્ઞશાળામાં જીવતી સળગાવી હતી. મહિલાના ઘરની પાસે મંદિર હતો, જ્યાં આ શરમજનત ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે.
મહિલાના પતિનો આરોપ છે કે પીડિતે ખુદને જીવતી સળગાવ્યા પહેલા થોડીક મિનિટો પહેલા પોલીસને ૧૦૦ નંબર પર ફોન કર્યો હતો, પરંતુ તેમને સામેથી કોલનો કોઈ જવાબ આપ્યો નહોતો.દિલ હચમચાવી નાખનાર આ બીભત્સ ઘટના રાજપુરા પોલીસ સ્ટેશન નજીક આવેલા એક ગામમાં બની હતી,જ્યાં શનિવારે રાત્રે ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો અને તેમના પતિ ગાજિયાબાદમાં મજૂરીનું કામ કરે છે.
પોલીસે જણાવ્યું કે, ઘટના પહેલા મહિલા પોતાના ઘરમાં સૂઈ રહી હતી અને હુમલાવર ઘરમાં જબરદસ્તી ઘૂસી આવ્યા અને તેની સાથે આ નૃશંસ વ્યવહાર કર્યો હતો. પોલીસે આ મામલામાં ૫ લોકો વિરુદ્ધ ગેંગરેપ અને હત્યાના આરોપમાં ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટના શનિવારે શનિવારે રાત્રે લગભગ ૨.૩૦ વાગ્યાની છે.
મૃતક મહિલાના પતિએ પોલીસને પોતાની ફરિયાદમાં જણાવ્યું, આ તમામ પાંચેય આરોપી શનિવારે રાત્રે લગભગ ૨.૩૦ વાગે તેના ઘરમાં જબરદસ્તીથી દાખલ થયા હતા. તે સમયે મારી પત્ની ઘરમાં એકલી હતી અને રાત્રે ભારે વરસાદ પડી રહ્યો હતો. તે સમયે ઘરમાં માત્ર કેરોસીનના સહારે એક લેમ્પ સળગી રહ્યો હતો. પાંચેય આરોપીઓએ એક એક કરીને મારી પત્નીની સાથે બળાત્કાર કર્યો હતો.
મહિલાના પતિને જણાવ્યું, આ ઘટના બાદ મારી પત્નીએ પોતાની આપવીતી પોતાના પિતરાઈ ભાઈને સંભળાવી કારણ કે ત્યારે મારો અને મારી પત્નીના ભાઈનો ફોન પહોંચની બહાર બતાવી રહ્યા હતો. પરંતુ તે પહેલા મારી પત્નીનો પિતરાઈ ભાઈ પોલીસ કે પરિવારજનોને કહી કોઈ મદદ કરે તે પહેલા પાંચેય ઘરમાં ફરીથી દાખલ થઈને તેને ઘસેડીને બાજુમાં આવેલા મંદિરમાં લઈ જઈને જીવતી સળગાવી દીધી હતી.
રાજપુરા પોલીસ સ્ટેશનના એસએચઓ અરૂણ કુમારે જણાવ્યું, ફરિયાદ નોંધવામાં આવી ચૂકી છે. પોલીસને આરોપીઓની ઓળખ આરામ સિંહ મહાવીર, ચરણ સિંહ, ગુલ્લૂ અને કુમરપાલના રૂપમાં થઈ છે. પાંચેય આરોપીઓ પણ આ ગામના છે, જેમાં મહિલા રહે છે અને આરોપ છે કે તે છેલ્લા કેટલાંક દિવસોથી પીડિત મહિલાને હેરાન કરી રહ્યા હતા.