/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/vlcsnap-6833-06-03-14h07m34s908.png)
આવનારા દિવસોમાં દશામા માતાનું વ્રત શરૂ થનાર છે ત્યારે દશામા માતાના ભક્તો આ વ્રત અંગેની હાલ તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. હાલની મોંઘવારી તેમજ મંદીના માહોલમાં જયારે મધ્યમવર્ગના લોકોની અવદશા બેઠી છે ત્યારે આર્થિક રીતે તેમજ સામાજીક રીતે દશા સુધરે તે માટે લોકો ભક્તિભાવ પુર્વક દશામાનું વ્રત કરતા હોય છે. ૧૦ દિવસ સુધી ચાલતા આ વ્રત દરમિયાન કઠિન નિયમોનુ પાલન કરવાનું હોય છે. ૧૦ દિવસ સવાર-સાંજ નિયમિત રીતે આરતી તેમજ કથાનું વાંચન કરવાનુ હોય છે.
વ્રતના દિવસો દરમિયાન ઘરમાં ગૃહક્લેશ થવો ન જોઈએ અને શાંતિનું વાતાવરણ રહેવુ જોઈએ. આવા વાતાવરણમાં થતા દશામાં માતાના વ્રતનું ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે તેવી માન્યતા પ્રચલિત છે. ૧૦ દિવસ માતાજીના શણગારમાં બદલાવ કરવો પણ એટલો જ જરૂરી છે. વિવિધ શજ્ઞગારના સાધનો જેમકે ચાંદલા, ચૂંદડી અને અન્ય આભૂષણો વગેરેની માંગ ઉભી થતાં આ ચીજવસ્તુઓનો વેપાર કરતા વેપારીઓના ધંધામાં તેજી આવી ગઈ છે. દશામા માતાની સ્થાપના અમાષની સમી સાંજ બાદ કરવામાં આવે છે ત્યારે ખુબ ધામધૂમથી ભક્તજનો દશામાની પધરામણી પોતાના નિવાસસ્થાને કરી સગા- સંબંધી તેમજ આડોશી-પાડોશીઓને ભેગા કરી આધાત્મિક વાતાવરણમાં દશામા માતાની કથાનું શ્રવણ કરી આરતી ઉતારી પ્રસાદની વહેંચણી કરતા હોય છે.
ભરૂચ જિલ્લામાં માંના ભક્તોમાં વધારો થાય છે તેમ સમગ્ર ભરૂય જિલ્લામાં દશામા માતાની પ્રતિમાની માંગમાં વધારો થયો છે ત્યારે વેપારી સુત્રોના જણાવ્યા અનુસાર પ્રતિમાની કિંમતમાં પણ વધારો થયો છે. હાલ ઓછામાં ઓછી ૫૦૦ રૂપિયાથી દશામા માતાની પ્રતિમા પ્રાપ્ત થઈ શકે છે. સાથે મોટા કદની પ્રતિમાઓનુ પણ ભરૂચ જિલ્લામાં ધુમ વેચાણ થઇ રહ્યું છે.